Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૧૯૭
શ્રી ગુણસ્થાનક્વાર કયાં ભણી જાવ છો ? તે વારે મિશ્ર - ગુણઠાણવાળો કહે છે સાધુ મહાપુરૂષને વાંદવા જઈએ છીએ. તે વારે મહામિથ્યામતિ કહે જે એને વાંદે શું થાય ? એ તો મેલા ઘેલા છે એમ કહીને ભોળવી નાંખ્યો અને પાછો વાળ્યો. તે વારે સાધુજ્ઞાનીને શ્રાવકે વાંદીને પૂછયું કે સ્વામિ ! વાંદવા પગ ઉપાડ્યો તેને શું ગુણ નિપજયો ? તે વારે જ્ઞાની ગુરૂ કહે છે, જે કાળા અડદ સરખો હતો તે છડિદાળ સરખો થયો. કૃષ્ણપક્ષી દળીને શુકલપક્ષી થયો, અનાદિ કાળનો ઉલટો હતો તે સુલટો થયો, સમકિત સન્મુખ થયો પણ પગ ભરવા સમર્થ નહિ. તે વારે ગૌત્તમ સ્વામી હાથ જોડી, માન મોડી, વંદણા નમસ્કાર કરીને શ્રીભગવંતને પૂછતા હવા, સ્વામિનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો ? તે વારે શ્રીભગવંત કહે છે, તે જીવ ૪ ગતિ, ૨૪ દેડકમાં ભમીને પણ ઉત્કૃષ્ટો દેશ ઉણો અદ્ધ પુદ્ગલ પરાવર્તનમાં સંસારનો પાર પામશે.
ચોથું અવિરતિ સમ્યક્તદૃષ્ટિ ગુણઠાણું - તેનાં શું લક્ષણ ? ૭ પ્રકૃતિને ક્ષયોપશમાવે, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમ્યત્વમોહનીય, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, એ ૭ પ્રકૃતિને કાંઈક ઉદય આવે તેને ક્ષય કરે અને સત્તામાં દલ છે તેને ઉપશમાવે તેને ક્ષયોપશમ સમ્યક્ત કહીયે. તે સમ્યકત્વ અસંખ્યાતી વાર આવે. ૭ પ્રકૃતિના દલને સર્વથા ઉપશમાવે, ઢાંકે તેને ઉપશમ સમ્યકત્વ કહિયે. તે સમક્તિ પાંચ વાર આવે. ૭ પ્રકૃતિના દલનો ક્ષય કરે તે વારે લાયક સમકિત કહિયે. તે સમ્યત્વ ૧ વાર આવે. ચોથે ગુણઠાણે આવ્યો થકો જીવાદિક પદાર્થ દ્રવ્યથકી, ક્ષેત્રથકી, કાલથકી, ભાવથકી, નોકારસી આદિ છમાસી તપ જાણે, સદ, પ્રરૂપે પણ ફરસી શકે નહિ. તે વારે ગૌતમ-સ્વામી હાથ જોડી માન મોડી શ્રીભગવંતને પુછતા હવા, સ્વામિનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો ? તે વારે શ્રીભગવંત