Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૧૯૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
સમાન સમકિત, અને વમ્યો તે સમાન મિથ્યાત્વ. ૧. બીજું દૃષ્ટાંત-જેવો ઘેંટાનો નાદ પહેલો ગહેર ગંભીર, પછી રણકો રહી ગયો, ગહેર ગંભીર સમાન સમક્તિ ગયું ને રણકો રહી ગયો, તે સમાન સાસ્વાદન. ૨. ત્રીજું દૃષ્ટાંત જીવરૂપ આંબો ને પરિણામરૂપ ડાળથી, સમકિતરૂપ ફળ, તે મોહરૂપ વાયરે કરી પરિણામરૂપ ડાળથી સમકિતરૂપ ફળ તૂટ્યું, મિથ્યાત્વરૂપ ધરતીયે આવી પડયું નથી, વચમાં છે, ત્યાં સુધી સાસ્વાદાન સમકિત કહિયે અને જ્યારે ધરતીયે આવી પડયું, ત્યારે મિથ્યાત્વ. ૩. ગોતમસ્વામિ હાથ જોડી માન મોડી શ્રીભગવંતને પૂછતા હવા, સ્વામિનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો ? ત્યારે શ્રી ભગવંત કહે છે, દેશે ઉભું અર્ધ પુદ્ગલ સંસાર ભોગવવો રહ્યો. જેમ કોઈ પુરૂષને માથે લાખ ક્રોડનું દેણું હતું તે પરદેશ જઈને કમાઈ આવ્યો, દેણું દેતાં એક અઘેલીનું દેણું રહ્યું તેનું વ્યાજ થયું, તેટલો સંસાર ભોગવવો રહ્યો, સાસ્વાદાન સમકિત પાંચ વાર આવે.
ત્રીજા ગુણઠાણાનાં લક્ષણ-ત્રીજું મિશ્ર ગુણઠાણું. તે બે વસ્તુ મળીને મિશ્ર શ્રીખંડને દૃષ્ટાંતે. શ્રીખંડ જેમ ખાટો ને મીઠો, મીઠાશ સમાન સમકિતને ખટાશ સમાન મિથ્યાત્વ. તે જિન માર્ગ પણ રૂડો જાણે. તથા અન્ય માર્ગ પણ રૂડો જાણે. જેમ કોઈક નગર બહાર સાધુ મહાપુરૂષ પધાર્યા છે, તેને શ્રાવક વાંદવા જાય છે, તેવામાં મિશ્ર દૃષ્ટિવાળો મિત્ર મળ્યો. તેણે પુછ્યું જે કાં જાઓ છો ? તે વારે શ્રાવક કહે છે કે સાધુ મહાપુરુષને વાંદવા જઈએ છીએ; તે વારે મિશ્ર દૃષ્ટિવાળો કહે. એને વાંઢે શું થાય ? તે વારે શ્રાવક કહે જે મહા લાભ થાય, તે વારે કહે જે હું પણ વાંદવા આવું, એમ કહીને મિશ્રગુણ - ઠાણાવાળે વાંદવાને પગ ઉપાડયો, તેવામાં બીજો મહા મિથ્યાત્વી મિત્ર મળ્યો તેણે પુછ્યું કે
જ
* નિયમા આવે જ એવું નહીં. કોઈને એક-બે વાર આવે કે ન પણ આવે. ઉપશમ સમકિતમાં પણ તેમ જ સમજવું.