Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૧૭૮
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
તે. ૧ જ્ઞાનાંતર, ૨ દર્શનાંતર, ૩ ચારિત્રાંતર, ૪ લિંગાંતર ૫ પ્રવચનાંતર, ૬ પ્રાવચનાંતર, ૭ કલ્પાંતર, ૮ માર્માંતર, ૯ મતાંતર, ૧૦ ભુંગાંતર, ૧૧ નયાંતર, ૧૨ નિયમમાંતર, ૧૩ પ્રમાણાંતર, તેની શાખ સૂત્ર ભગવતી શતક પહેલે, ઉદ્દેશો ત્રીજે.
૨ સાસ્વાદન સમદૃષ્ટિ જીવસ્થાનકનું લક્ષણ, જે સમકિત વમતો વમતો છેડે, પરાસ માત્ર રહે. બે ઈંદ્રિયાદિક ને અપર્યાપ્ત વખતે હોય, પર્યાપ્ત થયા પછી મટી જાય; સંશી પંચેંદ્રિય ને પર્યાપ્ત થયા પછી પણ હોય, તેને સાસ્વાદન સમદૃષ્ટિ જીવસ્થાનક કહીએ. શાખ સૂત્ર જીવાભિગમ, દંડકને અધિકારે.
૩ ત્રીજું સમમિથ્યાત્વ દૃષ્ટિ જીવસ્થાનકનું લક્ષણ, જે મિથ્યાત્વમાંથી નીકળ્યો પણ સમકિત પામ્યો નથી એવે અંતરાલે અધ્યવસાયને રસે કરીને પ્રવર્તતો થકો આયુષ્ય કર્મ બાંધે નહિ, કાળ પણ કરે નહિ, શાથી જે થોડા કાળ માટે, અનિશ્ચયપણા માટે ત્રીજેથી પડીને પહેલે આવે અથવા ત્યાંથી ચોથા આદિ જીવસ્થાનકે જાય, ત્યારે આયુષ્ય બાંધે, કાળ પણ કરે. શાખ, સૂત્ર ભગવતી, શતક ત્રીશમે અને છવીશમે
૪ ચોથું અવ્રતી સમદૃષ્ટિ જીવસ્થાનકનું લક્ષણ, જે શંકા કાંક્ષારહિતપણે વીતરાગનાં વચન શુદ્ધ ભાવે સર્દ, તથા પ્રતીત આણી રોચવે, ચોરી પ્રમુખ વિરૂદ્ધ આચરણ આચરે નહિ. શા માટે જે લોક મધ્યે હિલનીક, નિંદનીક કહેવાય માટે, સમ્યક્ત્વીને વ્યવહાર ન પહોંચે; તેની શાખ સૂત્ર ઉત્તરાધ્યયનના ૨૮ મા મોક્ષ માર્ગના અધ્યયને
૫ દેશવ્રતી જીવસ્થાનકનું લક્ષણ, જે યથાતથ્ય સમકિત સહિત, વિજ્ઞાન વિવેક સહિત, દેશથકી વ્રત આદરે, તે જઘન્ય, એક નોકારસી પ્રત્યાખ્યાન તથા એક જીવને હણવાનાં