Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૧૫૭
ગતિ પણ ૧૭૯ બોલની ઉપર મુજબ.
૧૭ અસંશી તિર્યંચની આગતિ ૧૭૯ બોલની, તે એકસો ને એક મનુષ્ય સંમૂર્ણિમાના અપર્યાપ્ત અને પંદર કર્મભૂમિના અપર્યાપ્તને પર્યાપ્ત, એવં ત્રીશ, કુલ ૧૩૧; ને અડતાળીશ જાતિના તિર્યંચ, એવં ૧૭૯ ની.
ગતિ ૩૯૫ બોલની તે, છપ્પન અંતરદ્વીપ ને એકાવન જાતિના દેવ ૧૦૭, પહેલી નરક ૧૦૮, તે એકસો આઠના અપર્યાપ્ત ને પર્યાપ્ત એવું ૨૧૬, ને ૧૭૯ ઉપર કહ્યા છે તે, કુલ ૩૯૫ની.
૧૮ સંશી તિર્યંચની આગતિ ૨૬૭ બોલની, તે ૮૧ જાતિના દેવ (નવાણું જાતિના દેવતામાંથી ઉપરના ચાર દેવલોક, નવ રૈવયકે, પાંચ અનુત્તર વિમાન એવં અઢાર બાદ કરતાં બાકીના એકાશી.) સાત નારકીના પર્યાપ્ત, ૮૮, ને ૧૭૯ બોલ ઉપર કહેલ છે તે, એવું ૨૬૭.
પાંચેની જુદી જુદી ગતિ. ૧ જળચરની પ૨૭ બોલની તે, પાંચસૅ ત્રેસઠ માંહેથી નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ સુધીના ૧૮ જાતિના દેવના અપર્યાપ્ત ને પર્યાપ્ત એવે છત્રીશ બોલ બાદ કરતાં બાકીના પ૨૭ ની,
૨ ઉરપરિસર્પની પ૨૩ બોલની તે, ઉપર પાંચસેં સત્તાવીશ કહ્યા તેમાંથી, છઠ્ઠી ને સાતમી નરકના અપર્યાપ્ત ને પર્યાપ્ત એ ચાર બાદ કરતાં બાકીના પર૩ બોલની.
૩ સ્થળચરની પર૧ બોલની તે, ઉરપરિસર્પના પાંચસો ત્રેવીશમાંથી પાંચમી નરકના અપર્યાપ્ત ને પર્યાપ્ત એ બે બાદ કરતાં બાકીના ૫૨૧ ની.