Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૭૦.
શ્રી બૃહદ્ જેને થોક સંગ્રહ તે એકલો રહે, ૩. લોભી હોય તે એકલો રહે, ૪. પાપ કરવામાં આસક્ત હોય તે એકલો રહે, ૫ કુતૂહલી મશ્કરો હોય તે એકલો રહે, ૬. ધુતારો હોય તે એકલો રહે, ૭. માઠા આચારનો ઘણી હોય તે એકલો રહે, ૮. આઠ ગુણનો ધણી એકલો હોય તેનાં નામઃ સંયમનો દેઢ પ્રમાણનો ધણી ગુરુની આજ્ઞા લઈ એકલો રહે, ૧. ઘણા સૂત્રનો જાણ એકલો રહે, ૨. જઘન્ય દશ પૂર્વનો ભણેલો, ઉત્કૃષ્ટ ચઉદ પૂર્વનો ભણેલો એકલો રહે, ૩. ચાર જ્ઞાનનો ધણી એકલો રહે, ૪. મહાબળનો ધણી એકલો રહે, ૫. કલેશ રહિત હોય તે એકલો રહે, ૬. સંતોષી હોય તે એકલો રહે, ૭. ધૈર્યવંત હોય તે એકલો રહે, ૮. આઠ ઠેકાણે મનુષ્યને ઘેલાપણું ઉત્પન્ન થાય તે કહે છે: નર-નારી. પરસ્પર વાતો કરે ત્યારે ઘેલા, ૧. બાળકને રમાડે ત્યારે ઘેલા, ૨. કલેશ કરે ત્યારે ઘેલા, ૩. દારૂ, ભાંગ; કેફી પદાર્થ પીએ ત્યારે ઘેલા, ૪. પેચબંધ પાઘડી બાંધીને ફરે ત્યારે ઘેલા, ૫. અરીસામાં મુખ જુએ ત્યારે ઘેલા; ૬, શયન સમયે ઘેલા, ૭. હોળીમાં પુરુષો અને અષાઢી પૂનમે સ્ત્રીઓ. ૮. દેખતા આઠ પ્રકારે અંધ કહ્યા છે તે કહે છે, કામાંધ ૧; ક્રોધાંધ, ૨. કૃપમાંધા ૩, માનાંધ, ૪. મઘાંધ, ૫, ચોરાંધ, ૬. જુગટયાં, ૭, ચુગલ્યાંધ, ૮. એ આઠ આંધળા જાણવા. આઠ મહાપાપી કહે છે. આત્મઘાતી મહા પાપી, ૧. વિશ્વાસઘાતી મહા પાપી, ૨. ગુણ ઓળવનાર મહા પાપી, ૩. ગુરુ દ્રોહી મહા પાપી, ૪. કુડીસાક્ષી પૂરે તે મહા પાપી, ૫. ખોટી સલાહ આપે તે મહા પાપી, ૬. પચ્ચાસ વારંવાર ભાંગે તે મહા પાપી, ૭. હિંસામય ધર્મ પરૂપે તે મહા પાપી. ૯. નવમે બોલે નવ પ્રકારે શરીરમાં રોગ ઉપજે તે કહે છે. ઘણું ખાય તો રોગ ઉપજે, ૧. અજીરણમાં ખાય તથા ઘણું બેસી રહે તો રોગ ઉપજે, ૨. ઘણું ઉધે તો રોગ ઉપજે, ૩. ઘણું જાગે તો રોગ ઉપજે, ૪, દિશા