Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૧૫૪
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ * ગતિ ૪૦ બોલની, તે પંદર કર્મ ભૂમિ, પાંચ સંગી તિર્યંચ, એ વિશના અપર્યાપા તથા પર્યાપા એમ ચાળીશની.
૨ બીજી નરકે, વીશ બોલની આગતિ, તે ૧૫ કર્મભૂમિ, પાંચ સંજ્ઞી તિર્યંચ, એમ ૨૦ પર્યાપ્તની.
ગતિ ૪૦ બોલની, તે પહેલી નરક પ્રમાણે.
૩ ત્રીજી નરકે, ઓગણીશ બોલની આગતિ, તે બીજી નરકમાં જે વશ બોલનો આવે છે. તેમાંથી એક ભુજપરિસર્પ બાદ કરતાં બાકીના ઓગણીશની.
ગતિ ૪૦ બોલની તે પહેલી નરક પ્રમાણે.
૪ ચોથી નરકે અઢાર બોલની આગતિ, તે બીજી નરકમાં જે વીશ બોલનો આવે છે, તેમાંથી ૧ ભુજપરિસર્પ, ૨ ખેચર, એ બે બાદ કરતાં બાકીના અઢારની.
ગતિ ૪૦ બોલની, તે પહેલી નરક પ્રમાણે.
૫ પાંચમી નરકે સત્તર બોલની આગતિ, તે બીજી નરકમાં જે વીશ બોલનો આવે છે, તેમાંથી ૧ ભૂજપરિસર્ષ, ૨ ખેચર, ૩ સ્થળચર એ ત્રણ બાદ કરતાં બાકીના સત્તર બોલની.
ગતિ ૪૦ બોલની, તે પહેલી નરક પ્રમાણે.
૬ છઠી નરકે સોળ બોલની આગતિ, તે બીજી નરકમાં જે વીશ બોલનો આવે છે, તેમાંથી ૧ ભૂજપરિસર્ષ, ૨ ખેચર, ૩ સ્થળચર, ૪ ઉરપસિસએ ચાર બાદ કરતાં બાકીના સોળની.
ગતિ ૪૦ બોલની, તે પહેલી નરક પ્રમાણે.
* નારકી અને દેવતા કાળ કરીને મનુષ્ય કે તિર્યંચમાં જન્મે છે તે અપર્યાપ્ત અવસ્થામાં મરતા નથી. તે અપેક્ષાએ કોઈ માત્ર પર્યાપ્તાજ માને છે.