Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda

Previous | Next

Page 11
________________ ગૂંથ્યા છે તેના પ્રત્યેક તંતુનું મંથન કરી આ દિવ્ય વસ્ત્રને અધ્યાત્મ પ્રેમી લઘુબંધુઓની સામે ધરવું જેથી આત્મસિદ્ધિના રચયિતા જે મહાન દિવ્ય પુરુષ છે તેના દિવ્ય દર્શન થઇ શકે. આત્મસિદ્ધિમાં પૂર્વપક્ષ રૂપે પ્રશ્ન ઉત્પન્ન કરી પછી ઉત્તર રૂપે વિવેચન કરવામાં આવ્યું છે. સામાન્ય બુધ્ધિનો માણસ એમ ન સમજે કે આત્મસિદ્ધિ ઉપર કોઇ વિપરીત સમાલોચના કરી છે. શાસ્ત્રના ગૂઢ રહસ્યને સમજવા માટે પૂર્વપક્ષ ઊભો કરવામાં આવે છે અને તે પ્રશ્નોને સમજીને વિધિવત્ નિરાકરણ કરવામાં આવે છે. પૂર્વપક્ષનું અવલંબન કરવાથી પદોમાં છૂપાયેલા રહસ્યમય ગૂઢ ભાવો પ્રગટ થાય છે. પૂર્વપક્ષ અન્ય દર્શનોના સિધ્ધાંતોના આધારે પણ પ્રગટ કરી ઉત્તરપક્ષમાં જૈન સિધ્ધાંતની સ્થાપના કરવામાં આવી છે. આખી આત્મસિદ્ધિમાં જ્યાં જ્યાં મહાનતત્ત્વોમાં શ્રીમદ્જીની કાવ્યકલાના દર્શન થયા છે ત્યાં ત્યાં એ વાતનો ઉલ્લેખ કરેલો છે. આખું આત્મસિધ્ધિશાસ્ત્ર એક સળંગ પ્રાસાદિતભાવોથી ભરેલું છે. તેમાં ગુજરાતી ભાષાના વ્યવહારના ઘણા જૂના શબ્દોનો ભરપૂર પ્રયોગ થયો છે. આ શબ્દો તળપદી હોવાથી ઘણું સરસ આકર્ષણ પણ જન્માવે છે. કેટલીક જગ્યાએ આ શબ્દોથી વ્યંજના પણ ઉભરતી હોય છે. આત્મસિદ્ધિના સામાન્ય ભાવોને પ્રગટ કરતા કેટલાક ગ્રંથો છે, પરંતુ ગાથાના કે કડીના પ્રત્યેક શબ્દ પર ઊંડુ ધ્યાન આપી તેને કોઇએ માર્મિક વિવેચન કર્યું હોય તેવું લક્ષમાં નથી. જ્યારે આ મહાભાગ્યમાં બધાં દાર્શનિક ભાવોને પણ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં ગ્રહણ કરીને ઊંડું વિવેચન કરવામાં આવ્યું છે. ખૂબીની વાત તો એ છે કે આત્મસિદ્ધિમાં જે કાંઇ પ્રત્યક્ષભાવો છે તેના કરતા પરોક્ષભાવો અને અધ્યાર્થ ઉપદેશ ઘણો જ સમાયેલો છે. જે આ મહાભાષ્યમાં ખોલી ખોલીને પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો છે અને જ્યારે આ ભાવો ખોલવામાં આવ્યા છે ત્યારે એવી અનુભૂતિ થઇ છે કે મહાન નિર્મળ આત્મા કવિશ્રી સાક્ષાત પ્રગટ થતા હોય અને તેમના વણકથેલા ભાવોને જ્યારે શબ્દ દેહ અપાતો હતો ત્યારે તે અભૂત, પ્રસન્ન મુદ્રામાં જાણે આશીર્વાદ વર્ષાવતા હતાં. - આત્મસિધ્ધિમાં જ્યાં જ્યાં શાબ્દિક અપૂર્ણતા કે દાર્શનિક દ્રષ્ટિએ વ્યામિ દોષ જોવામાં આવ્યાં ત્યાં ત્યાં ઉલ્લેખ કર્યો છે. પરંતુ કોઇ પ્રકારનું ખંડાત્મક વિવેચન કર્યા વિના તેનું આધ્યાત્મિક દ્રષ્ટિએ મૂલ્યાંકન કરી નિરાકરણ કરવામાં આવ્યું છે. સાધ્ય – સાધનાના પૂરા સંબંધ ન જળવાયા હોય અથવા કાર્ય-કારણની વ્યામિ ન જણાતી હોય તેવા સ્થાનોમાં થોડો ઉલ્લેખ કરીને તેના તાત્પર્યાર્થ પ્રગટ કરી વાસ્તવિક ભાવો જણાવ્યાં છે. આ મહાભાષ્ય હોવાથી બધી દષ્ટિએ કાવ્યનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. સાથે સાથે અન્ય ભારતીય દર્શનોનું તુલનાત્મક અધ્યયન આપ્યું છે. સૌથી મોટી વાત એ છે કે આત્મસિદ્ધિનું પ્રધાન લક્ષ આત્મા, પરમાત્મા કે શુધ્ધ જીવાત્મા જ છે. તેથી તે લક્ષને બરાબર જાળવીને બધી વ્યાખ્યાઓ કરવામાં આવી છે. સમગ્ર આત્મસિદ્ધિના સ્વયં પોતે નિર્માતા છે. તથાપિ કવિશ્રીએ પોતે પોતાને ક્યાંય પ્રગટ કર્યા નથી. સદ્ગુરુ માટે જે વ્યાખ્યા કહેલી છે તે આ કઠિન કાળમાં તેમના જેવા બીજા સર કયાંથી ઉપલબ્ધ થાય ? એટલે પરોક્ષ રૂપે સદ્ગુરુ તરીકે તેઓ સ્વયં અમૃતવાણી વરસાવે છે. આત્મસિધ્ધિ તેમની જ રચના હોવાથી તે સ્પષ્ટ જ છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ જે કાંઇ ઉપદેશ છે તે તેમનો પોતાનો જ ઉપદેશ છે. પરંતુ તેઓએ સહજ ભાવે સ્વીકૃતિ આપી છે કે આ શાસ્ત્રમાં જિનનો માર્ગ છે, તે સનાતન સત્ય છે. એ જ મોક્ષમાર્ગને દ્રષ્ટિગત રાખીને હકીકતમાં તેઓએ દેવાધિદેવના આધ્યાત્મિક ભાવોને ઉજાગર કર્યા છે. પુનઃ સાધના શુષ્કજ્ઞાનમાં કે ક્રિયાની જડતામાં અટવાઇ ન જાય, તેથી તેમાંથી નીકળવા માટે આત્મસિદ્ધિના પ્રારંભમાં જ ચેતવણી આપી છે. મૂળમારગને ફરીથી સ્વસ્થ અને સાદી ભાષામાં અર્પણ કરનાર તેઓ એક કાંતણા છે. તેમનું કથન પણ બધી દષ્ટિએ ન્યાયયુક્ત અને પ્રામાણિક કથન છે. મહાભાગનું વિવેચન કરતી વખતે જે આનંદનું ઝરણું પ્રવાહિત થતું હતું અને “સ્વાન્તઃ સુખાય” જેવો અનુભવ થતો હતો તેથી દર્શનની ઊંચ શ્રેણીના ભાવે આખું મહાભાષ્ય અક્ષર દેહ પામ્યું. અમે પ્રથમ જ કહ્યું છે કે આ ગ્રંથ સામાન્ય જન ગણ ભોગ્ય નથી પરંતુ વિદ્વાનભોગ્ય છે. એક રીતે આ અભ્યાસનો ગ્રંથ છે. આત્મસિદ્ધિ ઉપરનો બહુષ્ટિ ધરાવતો અને સૂક્ષ્મભાવે આલેખાયેલો નિબંધ છે. ભવિષ્યમાં

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 412