________________
આભાની બેય પ્રાપ્તિ અર્થે આ ભૂમી ઉપર અવતરવું પડે છે. જ્યારે આભૂમીના માનવદેવો મેક્ષનો માર્ગ પકડી શકે છે, અને ત્યાં પહોંચી શકે છે. આથી જ દેવોને પણ મુક્તિ અર્થે મનુષ્ય ભવે અવતરવું પડે છે કારણ મનુષ્યજન્મ સિવાય મુક્તિ નથી.
પણ સર્વ શ્રેષ્ઠ માનવભવની સાર્થક્તા શું ? સર્વોત્કૃષ્ટ માનવ દેહની સાયતા શી? એજ માનવદેહધારીઓના મહા પ્રશ્ન છે? મનુષ્ય જ્યારે તે પ્રનોની વિચારણમાં ઉંડોને ઉંડે ઉતરે છે, ત્યારે તેને માનવદેહ વિષે કેાઈ અનેરૂં તત્વ મળે છે અને તે એજ કે તે વિચારણા તેને સમજાવે છે કે માનવદેહ એ સાધ્ય નથી એતો સાધન છે. આત્માનો સાક્ષાત્કાર કરે આત્માનું સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્ત કરવું મુમુક્ષુ બની મુક્તિ રમણીને વરવું એજ સાધ્ય છે અને તે પ્રાપ્ત કરવાને અત્યુત્તમ માર્ગ એ આ માનવદેહ છે.
સાધન અને સાધ્ય સમજાતાં-આત્માના અસ્તિત્વનું ભાન થતાં પ્રત્યેક વ્યકિત આત્મગત વિચારે છે કે –
(૧) હું કેણ? (૨) હું કયાંથી આવ્યો? (૩) હું શાને આવ્યો ?
ત્યારે એ દેહધામને સર્વવ્યાપક જીવાત્મા પ્રત્યુત્તર આપે છે કે હું આત્મા છું, મહાત્મા છું, પરમાત્મા છું હું ગમે ત્યાંથી આવ્યો પણ આવ્યો છું તે મારા કમસમુહના પરીબળથી અને એજ કર્માદળને ચૂરે કરવા આત્મજ્યોતિ પ્રગટાવી આભેદય કરવાને જ હું આવ્યો છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com