________________
૨૫
ઉત્તમ પ્રકારનું જ્ઞાન સંપાદન કર્યું. ત્યારબાદ-મૂલચંદજી મહારાજ કાળ ધમ પામ્યા, પછી ચરિત્રનાયક, શ્રીમાન વૃદ્ધિવિજયજી ઉ વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે રહ્યા અને ત્યાં પણ અભ્યાસ વધાર્યો. આમ શ્રીમાન મુલચંદ્રજી મહારાજ તથા વૃદ્ધિચંદજી મહારાજ પાસે લાંબા સમય વ્યતિત કરી ઘણો જ સારો જ્ઞાનાભ્યાસ કર્યો. શ્રીમાન મુળચંદજી મહારાજ પાસે ઘણો સમય વ્યતિત કર્યો હોવાના કારણે જનતા તો તેમને શ્રીમાન મુળચંદજી મહારાજના શિષ્ય તરિકેજ પિછાને છે, આ રિતે જ્યાં જ્યાં તેમને નવીને જાણવાનું સાંભળવાનું અનુભવવાનું મળતું ત્યાંત્યાં તેઓ દોડી જતા અને મેળવી લેતા. એજ સુચવે છે કે તેમનામાં અહંભાવના ન હતી. તેઓશ્રીનું ઉત્તમ ચારિત્રસરલ સ્વભાવ-સૌના આકર્ષક હતા. આથીજ તેઓશ્રીને નિહાળતાં સૌને માન અને પ્રેમ ઉપજતાં, જગત કરી છે કે “જ્યાં લઘુતા છે ત્યાંજ પ્રભુતા છે” એ અસત્ય નથી. તેમની પ્રભુતા તેમની લઘુતામાંજ હતી. તેઓશ્રીએ કદિયે જ્ઞાની હોવાનો દાવો નથી કર્યો અને એજ તેઓશ્રીની સાચી મહત્તા છે.
ત્યારબાદ શ્રીમાન વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય પં. શ્રીગંભીરવિજયજી પાસે ભગવતીજી સ્ત્રના ગોવહન કરતા અમદાવાદથી તેઓશ્રીની સાથેજ ચરિત્રનાયક શ્રી સિદ્ધાચળજીના સંઘમાં પધાર્યા. ત્યાંથી પંન્યાસજી મહારાજ સાથે ચરિત્ર નાયક ભાવનગર ગયા. તેમના વિશુદ્ધ ચારિત્ર અને યોગ્યતાની છાપ ભાવનગરની જૈન જનતા પર અજબ પડી ભાવનગરના સંઘના અત્યન્ત આગ્રહથી સંવત્ ૧૮૪૪માં આડંબરપૂર્વક ચરિત્રનાયકને ગણી પદવી આપવામાં આવી
જીવનમાં આમ અનેક વિધ પ્રગતિ સાધતાં, પદવીને તેઓશ્રીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com