________________
૩૧
એ સમયે ત્યાં કેટલાક લાંબા કાળથી ચાલ્યો આવતે દેવદ્રવ્યને ઝગડો હતો. આગેવાનોની અણસમજને લીધે હિસાબમાં ગોટાળો થઈ ગયો હતો, તે ગોટાળો ચરિત્રનાયકે સૌને સમજાવી દુર કર્યો એ ઉપરાંત યતિ વર્ગનું બહુ જોર હતું મુનિઓને વિહારમાં બહુ અડચણ પડતી તે પણ તેઓશ્રીએ શ્રાવકોને સમજાવી મુનિ વિહાર માટે સરલ રસ્ત કરી આપ્યો. આમ જ્યાં જ્યાં જતા ત્યાં તેમને અજબ પ્રભાવ પત અને ધારેલાં કાર્યમાં વિજયવન્ત થતા.
ત્યારપછી એક ચોમાસું તેઓશ્રીએ ડીસા શહેરમાં કર્યું. ત્યાં પણ યતિ વર્ગનું પરીબળ સવિશેષ હતું. યતિઓના મંત્ર યંત્ર-તંત્રથી લોકે ભોળવાયેલા હતા. શુદ્ધ ધર્મનું તે સમયે લોકોને ઓછું ભાન હતું, ત્યારે તેમને બે કાર્યો કરવાનાં હતાં તેમને બે વર્ગ સામે કામ કરવાનું હતું. એક તે યતિઓને દબાવી તેમનું પરિબળ ઓછું કરવું અને બીજું ભોળવાએલા શ્રાવકોને સન્માર્ગે દોરવી શુદ્ધ ધર્મનિષ્ઠ બનાવવા. ત્યાં જ તેમના આત્મબળની કરી હતી. એ આત્મબળ કહો કે ગમે તે પણ તેમના વ્યક્તિત્વને અજબ પ્રભાવ સર્વત્ર ફાવી જતો. અત્રે પણ એમજ થયું. એ મંત્ર યંત્ર તંત્રથી ભરમાયેલા જનસમાજને સતત ઉપદેશથી શુદ્ધ સમકિતી બનાવ્યા. એ જૈન સમાજ પ્રત્યે ચરિત્રનાયકની ઓછી સેવા નથી. એથીજ જૈન સમાજ તેમને ભૂરિ ભૂરિ વંદે તેમાં શું નવાઈ !
એજ ડીસા શહેરથી સાત ગાઉ ઉપર શ્રી ભીલડીયા પાર્વનાથનું ભવ્ય તીર્થ છે. તે વખતે તે અપ્રસિદ્ધિમાં હતું. તે સ્થિતિ તેઓશ્રીએ જાણી એટલે ડીસાના ચતુર્વિધ સંઘ સાથે તેઓશ્રી ત્યાં પધાર્યા. ત્યાં શ્રાવક સમુદાયને એ તીર્થની મહત્તા, ભવ્યતા અને વિશાલતા સમજાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com