________________
(૭) “શ્રીમાન ચરિત્રનાયકે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયવીરસૂરિજીને કરેલા પ્રતિબંધ એ ચરિત્રનાયકનું પુણસ્મરણ છે. ઉપરોક્ત આચાર્યશ્રીના ચરિત્ર લેખક, રા. શ્રીકાન્ત. (હાલમાં મુનિશ્રી ચિરવિજયજી જેઓ શ્રીમાન આચાર્ય વિજ્યલબ્ધિસરિજીના શિષ્ય થયા છે.) જેઓ એ “વીરજીવનમાં તેની યોગ્ય નોંધ લીધી છે, તે અત્રે આપવાનું યોગ્ય ધારીએ છીએ”
લેખક. આત્મમાર્ગનો અરૂણોદય
વિરજીભાઇ, અત્યારસુધી ધાર્મિક પુરૂષ અને ધાર્મિક તવોના વાતાવરણથી દૂર જ રહેવા પામ્યા હતા, ભાગ્યે જ કોઈ મુનિવરને સમજપૂર્વક વંદન કરવાની પળ વીરજીભાઈને સાંપડી હતી. સંસાર સમૂહના મેહક મકાનમાંથી વીરજીભાઈને બહારના ત્યાગી અને તપસ્વીતાના હિમાલયા તરફ દષ્ટિપાત કરવાની સુભાગી પળ હજુ સુધી નહોતી મળી, અત્યારસુધી આત્મા અને દેહની વિભકતતાના પડદા પણ વીરજીભાઇના વિશાળ હૃદયપટ ઉપર નહોતા પડ્યા, હેમનું ધાર્મિક જ્ઞાન સામાન્ય નૈતિક તત્વોની મર્યાદા ઉલ્લંઘવા સામર્થ્યસાલી બન્યું ન હતું. ચોરી ન કરવી, જુઠું ન બોલવું ન્યાયથી વ્યાપાર કરવો પરસ્ત્રીને મા-બેન સમાન ગણવી. ઈત્યાદિથી જીવનનું સાધ્ય સધાય છે તેવી માન્યતા લગભગ ઘર કરી બેઠી હતી. પરંતુ વીરજી ભાઈના આભ માનો અરૂણોદય આખર દષ્ટિગોચર થયો.
વીરજીભાઇ જે સમયે માંડવીથી પાછા ફરી રાધનપુરમાં આવવાના વિચારમાં ગુંથાયા હતા. તેજ અરસામાં તે સમયના સાધુ સમુદાયમાં સારી પ્રતિષ્ઠાવાળા સારી વિદ્વત્તા ધરાવતા અને પ્રતિભાસંપન્ન પૂજ્યપાદ પન્યાસજી શ્રી ઉમેદવિજયજી ગણિ કચ્છShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com