________________
પ૦
પરિણામે ?
પૂજ્ય પન્યાસ શ્રીમદ્દ ઉમેદવિજ્યજી ગણની વૈરાગ્ય રસ ગર્ભિત દેશના અને વીરજીભાઈ આત્મમાર્ગને અરૂણોદયના પ્રભાવના કારણે વીરજીભાઈના હૃદયમાં આ માનવ જીવનને સફળ કરવાની પ્રશસ્ય ભાવના જાગૃત થઈ તેમને લાગ્યું કે જીવનને સફળ કરવા માટે “દીક્ષા’ એક અનુપમ અને અદ્વિતીય ઉપાય છે. દીક્ષા એ મોલ સાધનને રાજ માગે છે ગૃહસ્થાવાસમાં જે ધર્મનું પાલન કરી શકાય, હેના કરતાં કંઈ ગુણે ઉચ્ચ દરજજે સાધુત્વમાં ધર્મ પાલન થઈ શકે છે આત્માનું શ્રેય-સાધી શકાય છે. “ ગૃહસ્થ રહીને ધર્મ કયાં નથી કરી શકાતે ? એવા વિચાર કરવા અને કહેવા તે પિતાના દૈબલ્યને વૃદ્ધિભાગ આપવા અને તેમ છતાંય હેને છુપું રાખવા માટે ઢાલ ધરવા જેવું છે. ભરત મહારાજા કે, દેરી ઉપર નાચ કરતા નટ એલાચીકુમારે ગૃહસ્થ કૈવલ્ય પ્રાપ્ત કર્યું. એ કહેવા સાથે તેઓએ પૂર્વ ભવમાં કેટલી સાધના કરી હતી, હેનો વિચાર કરવો ઘટે છે. “દીક્ષા”ના યોગે કેટલાં આશ્રવનાં નિમિત્તોને નષ્ટ કરી શકાય છે, હેને ખ્યાલ કરવો જોઈએ, ચારે તરક વાતાવરણની પવિત્રતા, સાદો આહાર અને સાદી રહેણી કહેણ તેમજ ત્યાગની જ વાતે તથા ભાવનાએ આ શું ગૃહસ્થાવસ્થામાં બનવું શક્ય છે ? આ કારણે વિચાર અને વિવેકના પરિણામે વીરજીભાઈએ દીક્ષા લેવાને સંકલ્પ કર્યો અને પૂજ્ય પન્યાસજી શ્રીમદ્ ઉમેદવિજયજી ગણીને પોતાની તે ભાવના નમ્ર પણે નિવેદિત કરી સામાન્ય નિયમ અનુસાર શાતિ અને શાસન પ્રભાવિનાના ચાહક પન્યાસશ્રીએ વીરજીભાઇને પિતાના માતા-પિતાદિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com