________________
પૂર્વક ભારે ધામધુમથી દીક્ષા આપવામાં આવી હતી કે તેમનું નામ મુનિશ્રી ખીમાવિજયજી રાખવામાં આવેલ છે, આ તેઓશ્રીના ત્રીજા શિષ્ય થયા અને તેમની વડી દીક્ષા સં ૧૮૮૨ના જેઠ વદી ૭ ને શુક્રવારે ભારે ધામધુમથી પિતાને હાથેજ થઈ હતી, ત્યાંથી વિહાર કરવાનો ને પણ ત્યાંના આગેવાન ગૃહસ્થોના અતિ આગ્રહથી સુરત ચોમાસું નક્કી થયું. ૨૪ સં૧૯૮૨ સુરત. આ માસમાં ભગવતીસૂત્ર શરૂ કર્યું હતું.
આ ચોમાસું પૂરું થયા બાદ શેઠ નગીનચંદ કરમચંદ સંઘવી પાટણવાલાએ ઘણી જ વિનંતિ કરવાથી તેમના સંધમાં જવાની ઉતાવળને લઈ તુરતજ સં. ૧૮૮૩ કારતક વ. ૬ વિહાર કરી. કાવી, ગંધાર દેજ, થઈ ત્યાંથી અમદાવાદ થઈ શેરીસા વામજ પાનસર, ભોયણી, વિગેરે સ્થળે યાત્રા કરી પિષ માસમાં સંખેશ્વર તીર્થમાં સંધના ભેગા થયા. કચ્છ દેશમાં સંઘ સાથે વિહાર કરતા કરતા અને ઘણે ભાગ હમેશાં સંઘમાં વ્યાખ્યાન આપતા કાયિાવાડમાં આવ્યા, સંઘમાં સંધવી નગીનદાસભાઇનો અતિ આગ્રહ એ હતો કે આ સંઘમાં એક દીક્ષા મહેસવ થવો જ જોઈએ તે કારણથો અને સંજોગ વિગેરે અનુકુળ બનવાની સાથે એક ભાઈ સંધમાં પગે ચાલી જાત્રા કરતા હતા તે સાયલા નિવાસી દેશાઈ દીપચંદ હેમચંદ તથા હેમની બહેન લહેરીબાઇ બંનેને રાજકોટમાં ઘણી જ ધામધૂમ પૂર્વક ત્રણસો સાધુ સાધ્વીઓ અને દશહજાર માણસની મેદની વચ્ચે સં. ૧૯૮૩ ચતર વદી છેઠ ને શનીવારે સ્વહસ્તે દીક્ષા આપવામાં આવી અને તેમનું નામ મુનિશ્રી દીપવિજયજી આપ્યું. આ મહારાજશ્રીના ચોથા શિષ્ય થયા, તથા સાધ્વીનું નામ લબ્ધીશ્રીજી રાખવામાં આવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com