________________
૧૨૪
જે મહાદેવ તેહનું નામ તે તિગવણ કે, ત્રણ અક્ષરનું લીજે એટલે ઈશ્વર કહીએ. તે મધ્યે આદ્ય અક્ષર દૂર કરીએ એટલે ઇશ્વરમાંથી ઈ ગઈ એટલે શ્વરી રહ્યો તે પૂર્વ ભેગો કરીએ તિવારે શ્રી શંખેશ્વર એટલુ પદ થયુ કેશર૦ ૩
વલી પૂર્વોક્ત જે ફરસ તેને ૨૧ મે અક્ષર પકાર તેને કરણ કે કાને કરી, એટલે પા થયે, અર્થાભિધ કે દ્રવ્યનાં જે નામ તે મળે ધુરિ કે ચંદ્રાંક તે એક અક્ષરનું જે નામ તે કવર કહીએ તે ઉપર કહે છે, ય ર લ વ, એ ચારે અંતસ્થ કહીએ તે મધ્યે બીજે જે રકાર તે મધ્યેથી સ્વર જે અકાર તે ટાલીયે એટલે ” બેડે રહ્યો, તે જલતુંબિકાન્યાયે, થકાર ઉપર રેફનું ઉદ્ધગમન કરીએ, જેમ શિવગામી તે ૧૪ મું ગુણઠાણું ફરસી લોક અગ્રભાગે ગતિ આચરે તિમ શ્વકાર ઉપર રેફ કરીએ, તે વારે શ્રી શંખેશ્વરપાધિ એટલું થયું. કેશર૦ ૪
ફરસને વીસમે અક્ષર નકાર અને સંયમમાને કે સત્તરમો થકાર એ બે અક્ષર લીજે, તે મધ્યે આદિ કે. પ્રથમ અક્ષર જે નકાર તેહને કારણ કે કાને ધરીએ એટલે નામ સંપૂર્ણ થયું, માટે દિલધરીને, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ એવા નામે જિનવર જે પ્રભુજી તેને નિરંતર હું થાઉં છું ઈષ્ટદેવ માટે, જીન કે નારાયણ હર કે માહાદેવ જિન કેકામદેવ એટલા મુદેવ જાણી પરિહરીને સ્યામાટે, સર્વ કંદર્પ ચેષ્ટાવંત છે. રાગી છે, તે માટે, કેશર૦ ૫
યંબકે કે માહાદેવે વૃષ કે જે કામ તેહને બાયો છે એમ જન કે. જે લોક બોલે છે, અજ્ઞાને નડ્યા થકા, પણ એ વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com