________________
૧૧૫ મિથ્યાત્વ કદાગ્રહરહિત તત્ત્વનિરૂપવા-સહવા સમર્થ, વિરતિને વિષે બાલ, એવાં બે પુત્ર સાથે, વ્યુત્પન્ન ભવ્યબાપ તસ્વાનુભવરૂપ ભગ ભોગવે છે, વારંવાર એમ નિસર્ગથી અથવા ઉપદેશથી અનુભવાભ્યાસ કરતાં બે પુત્ર વિશુદ્ધિ-પુષ્ટ થયા ઇતિભાવ. તે વાર પછી ચારીત્રાવરણના ક્ષયોપશમથી વિરતિરૂપ એક પુત્રી, પ્રધાન પિતાએ જણી એટલે વિરતિ બે પ્રકારે દેશવિરતિ ૧ સવ વિરતિ ૨, તે મચે ત્રસની અવિરતિ રહિત, સર્વ વિરતિને અર્થે દેશ વિરતિ અભ્યાસવા કુશલ સર્વ વિરતિ બાલ, એવી મધ્ય પંડિતાવસ્થા.પણ પ્રસંગથી સંક્ષેપે દેખાડી એટલે ઉપયોગની અપેક્ષાએ ત્રણ અવસ્થા વિવરી ૩. ૨
હવે ઉપયોગની અપેક્ષાયે ચોથી અવસ્થા વિરતિની કહે છે, ભવ્યને વધમાન ચારિત્ર વિશુદ્ધિનો અભ્યાસરૂપ ઉપાય કહે છે, શ્રી વીતરાગનો વિશેષ ઉપદેશરૂપ મેઘ, ડેથડે વરસવા માંડ્યો. એટલે શ્રત ચિંતાજ્ઞાન સિદ્ધ થયું, તેથી કદાગ્રહ ક્યારો નિવર્તવા માંડે, એટલે ચિંતાજ્ઞાનથી ક્ષપશમઠારાએ જ્ઞાન ગુણની વિશુદ્ધિ પ્રર્વતી એ ભાવ, જ્ઞાનાવરણીયાદિક દ્રવ્ય કર્મરૂપી રજ ઉડવા મંડાણું, પ્રદેશ બંધાદિકે કરી અનેક પ્રકારે સંશય વિપર્યાસરૂપ અંધારૂ સમયે સમયે ટલવા માડયું, એ રીતે પૂર્વ ગુણસ્થાનથી અસંખ્યાત ગુણવિશુદ્ધભાવનાજ્ઞાનરૂપ દી પ્રકટાણે. સંશયાદિક દોષ રહિત એટલે ચિંતાજ્ઞાનથી આગામિકાલે સંધાણ જ્ઞાનાદિ ગુણની વિશુદ્ધિ, ભાવથી નિષિત થઇ, એ સર્વ વ્યવહાર છઠ્ઠા સાતમા ગુણઠાણમાફક પ્રર્વતે છે એભાવ, એટલે એ ભાવઉપદેશથી શ્રી પ્રકાશ થાય, કૃત અભ્યાસથી પરિક્ષારૂપ ચિંતાજ્ઞાન ઉપજે, ચિંતાજ્ઞાનથી તત્ત્વ પ્રમાણુતારૂપ ભાવના જ્ઞાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com