________________
વિજ્યવીરસૂરીશ્વરજીના મુખ્ય શિષ્ય પન્યાસ શ્રી લાભ વિજયજી સાથે વિચરે છે અને સુરીશ્વરજીને દેહાવસાન પૂર્વે તેઓમાં જે એકમેતા હતી તે જ આજે દષ્ટિગોચર થાય છે. ભાગ્યેજ કોઈ અજાણ્યો જાણવા પામે કે આ બે જુદા જુદા ગુરૂઓના શિષ્યો છે. આમ પન્યાસ શ્રી ખાતિવિજ્યજીને સ્વર્ગસ્થ સૂરી શ્રી સાથે ગાઢ સંબંધ અને શિષ્ય ભાવ હતા, પન્યાસ શ્રી ખોનિવિજયજીના આથી વધુ જીવનમાં ઉંડા ઉતરવું પ્રસ્તુત વિષયને અંગે અપ્રાસાંગિક જણાયાથી હાલત અત્રે જ તે સંબંધી વ્યક્તવ્ય પૂર્ણ કરવું ઉચિત છે.
પ્રાન્ત જ્યારે ઉપર “ડેકટરી’ને ઉલ્લેખ કરવામાં આવ્યું છે ત્યારે તક લઈને લેખક પણ મહાવીર જૈન વિદ્યાલયના કાર્ય વાહકોનું ધ્યાન ખેંચવા પ્રેરાય છે કે તે એ સત્યને અંધકારમાં ન છુપાવે હિંસાને અધર્મ માનો એ દરેકની ફરજ છે. વિચાર અને આચાર એ બેની એકતા જવલ્લેજ પ્રાપ્ત થઈ શકે. મોક્ષ પહોંચવાને વિચાર ઘણો ઉમદા છતાં કરણી નકની હોય તેવું ઘણે સ્થળે જોવાય છે, આથી એ નથી જ માનવાનું કે અધમ કાર્ય કરનારને શુભ વિચાર કરવાને અથવા સત્ય માન્યતા ધરાવવાનો અધિકાર નથી. સાચી સમ્યગ દષ્ટિજ એનું નામ છે કે સાચા ને સાચું અને જુઠાને જુઠું સમજતાં શીખવું એટલે “ડોકટરી' શીખનાર વિદ્યાર્થીઓને રાખવા કે ન રાખવા એ પ્રશ્નને તદન અલગ પાડી નાખીને લેખક સાચા હૃદયથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કાર્યવાહકો તરફથી પ્રશસ્ત ભક્ષા માગે છે કે તેઓ અધમને તે અધર્મ તરીકે સ્વીકારેજ, હિંસા ઉપર પરોપકારીપણાને એપ ચઢાવી હેને પણ ધર્મનું અંગ કહેવા જેટલી હદે પહોંચી જવું એને કઈ ભાગ્યેજ ઇષ્ટ લેખશે, લેખક તે માને છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com