________________
પn
સમાચાર પાઠવવાની તેમજ બની શકે તે આજ્ઞા પણ મેળવી લેવાની સચના કરી, “ વીર જીવન પૃષ્ટ ૧૧-૧૫ ”
તથા—– એક વિલક્ષણતા– | મુનિશ્રી વીરવિજયજીના જીવન સાથે એક જાણવા જોગ અને નોંધવા જેગ વિલક્ષણતા સંકળાએલી છે સામાન્યતઃ કોઈપણ વ્યક્તિ દીક્ષા ગ્રહણ કરે અને જે ગુરૂશ્રીના નામથી દીક્ષા લેવાઈ હોય તેની આજ્ઞામાં રહે, કિન્તુ આ સામાન્ય કમનો મુનિશ્રી વીરવિજયજીના જીવનમાં વિધ્વંસ થયે દષ્ટિ ગોચર થાય છે, આથી વાંચકે માની લેવાની ઉતાવળ નથી કરવાની કે, મુનિશ્રી વીરવિજયજી ગુરૂઆજ્ઞાથી વિમુખ હતા, તેઓશ્રીએ પિતાના દીક્ષા ગુરૂની પરિચર્યામાં સારો ફાળો આપ્યો હતો તેઓશ્રી પિતાના દીક્ષા ગુરૂ માટે દરેક ભાગ આપવાને તેમજ આવતી આપત્તિઓ ઉઠાવવાને પણ તૈયાર હતા, ગુરૂ દેવના અવસાન સમયે તેઓશ્રીએ વૈયાવચ્ચ કરવામાં કોઈ પ્રકારની કમીના રાખી નથી પરંતુ આ વિલક્ષણતા ખાસ કરીને મુનિશ્રી વીરવિજયજીના ગુરૂના અવસાન પછીથી જ શરૂ થાય છે.
આત્મ માર્ગને અરૂણાદથ” શીર્ષક આ જીવનના વિભાગિક વિવેચનમાં આપણે જોઈ ગયા છે. પૂજ્યપાદ પન્યાસશ્રી ઉમેદવિજયજીની સુધાવાણીનું પાન કર્યા પછી મુનિશ્રી વીરવિજયજીમાં કઈ અનેરું અત્તર પડી ગયું હતું અને જીવન વૈરાગ્ય વાસનાથી વિભૂષિત બની ચૂક્યું હતું ઉકત ગુરૂદેવના આ અનન્ય ઉપકારનું મુનિશ્રી વીરવિજયજી કોઈ કાળે વિસ્મરણ કરી શકે તેમ નહતા. પિતાના દીક્ષા ગુરૂ પંન્યાસશ્રી વિનયવિજયજી કાળ ધર્મ પામ્યા પછીથી ઉકતગુરૂદેવની આજ્ઞામાં જ રહેતા તેઓશ્રીના ફરમાન મુજબ ચાતુર્માસ ઇત્યાદિ કરતા અને જ્યારે કોઈ પ્રકારની કોઈ ખાસ વાતમાં શંકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com