________________
આ પ્રભાવશાળી તીર્થને લીધે હો વા ચરિત્રનાયકના પ્રભાવશાળી વ્યક્તિત્વને કારણે હો, ગમેતેમ પણ શ્રાવકવર્ગ પ્રતિબોધા. પચાસ પચાસ વર્ષના રહેણ નિકળતા રૂપીયા વ્યાજ સાથે વસુલ થયા. તે સાથે શ્રીમન્તાને સમજાવી કેટલીક રકમ મેળવી એ ઉપરાંત આસપાસના શહેરો અને ગામમાંથી પણ મદદ મંગાવી. એમ કેટલાક પરિશ્રમ પછી તે ભવ્યતીર્થને પ્રસિદ્ધિમાં લાવી તેનો ઉદ્ધાર કરાવ્યો એ દહેરાશરજીના આસપાસની વિશાળ જગ્યા ખરીદાવી ત્યાં ધર્મશાળા બંધાવવાને ઉપદેશ આપ્યો આજે પણ એ ધર્મશાળા ચરિત્રનાયકના પુણ્ય સ્મરણરૂપે મોજુદ છે, એ સૌ ચરિત્રનાયકના પ્રયાસનેજ આભારી છે એટલું જ નહીં પણ આ તીર્થમાં અવારનવાર આવી શ્રાવકોને બોધ આપી આ તીર્થને વિશેષ પ્રસિદ્ધિમાં લાવ્યા. અને દરતાલ પિપ દસમીનો મેળેથાપ્યો. તે અદ્યાપિપર્યત ચાલુ છે. મેળા પ્રસંગે આવનાર યાત્રાળુઓને તકલીફ ન પડે તેથી પિષ વદિ (ગુજરાતિ માગશર વદી) નવમી દશમી તથા એકાદશી એ ત્રણ દિવસ નવકારસી- જમણવાર-સ્વામીવાત્સલ્ય થાય તેવી સગવડતા પ્રતિબંધથી કરાવી આપી
આમ જ્યાં જ્યાં તેઓશ્રીએ વિહાર કર્યો ત્યાંત્યાં ચરિત્રનાયકે કાંઈ કાંઇ ઉપકાર કર્યા છે આથીજ જૈન સમાજ તેઓશ્રીની રૂણી છે. આ રિતે તેઓશ્રી “ તીર્થોધ્ધારક' તરિકે પોતાનું બિરૂદ શોભાવી શકયા છે. વંદન હો એ તીર્થોધારકને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com