________________
શ્રીનું નામ મુનિશ્રી અમૃતવિજયજી રાખવામાં આવ્યું હતું. તેઓ વિક્રમ સંવત ૧૮૭૫માં થરાદરીમાં કાળધર્મ પામ્યા.
આ રીતે પ્રથમ તો તેઓશ્રીને શિષ્ય સમુદાય ત્રણની સંખ્યામાં હતો. ત્યારબાદ પ્રશિષ્યમંડળ પણ તેટલી જ સંખ્યાનું બન્યું.
પ્રશિષ્ય વગે. (૧) મુનિશ્રી નરેદ્રવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી ભાણવિજયજી મહારાજ જેમને ચરિત્રનાયકે ધોલેરા બંદરમાં સ્વહસ્તે દીક્ષા આપી હતી તેમનું વ્યક્તિત્વ પ્રભાવયુકત હતું સાથેસાથ તેઓ વિદ્વાન પણ હતા તેઓ વિક્રમ સંવત ૧૮૬ ૧માં મહુ વામાં કાળધર્મ પામ્યા.
(૨) મુનિશ્રી નરેંદ્રવિજયજી મહારાજના દ્વિતીય શિષ્ય મુનિશ્રી લબ્ધિવિજયજી થયા અને તેમને પણ મુનિશ્રી રત્નવિજ્યજી મહારાજ શિષ્ય થયા.
આમ ઉપર મુજબ ચરિત્રનાયકને ત્રણ શિષ્યો અને ત્રણ પ્રશિષ્યા મળી છની સંખ્યાને સમુદાય બન્યા.
વિક્રમ સંવત્ ૧૮૫૯ની સાલમાં ચરિત્રનાયકે વિહાર કરતાં (પાલણપુર એજન્સીના) થરા ગામમાં માસકલ્પ કર્યો, ત્યાં ચરિત્રનાયકની દેશનાથી સૌ મુગ્ધ બન્યા. એક ધમપ્રેમી કુટુંબ તે તેમનું અનન્ય ભક્ત બની ગયું, અને તે શેઠ ચતુરભાઇનું ધમપ્રેમી કુટુંબ હતું. આજે અનુગાચાર્ય (૫) મહારાજશ્રી ખાતિવિજ્યજી ગર્ણ મહારાજને તે સારી જૈન સમાજ તેમની વિદ્વતા શાસનસેવા અને વિશુદ્ધ ચારિત્ર માટે પિછાને છે. તેઓશ્રીએ બાળબ્રહ્મચારિ હાઈ પિતાનું સાશ્ય જીવન ચરિત્રની અનન્ય ઉપાસનામાંજ ગાળ્યું છે. તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com