________________
નયક સિદ્ધ ક્ષેત્રના
ને સમોસાળ ગિરિ
સારાય ભારતમાં વિચરી સાંસારિક અસારતાનું જગતને ભાન કરાવતા, બાળ બ્રહ્મચારિ નિસ્પૃહી મહાન પ્રભાવશાળી સ્વ અને પરનું કલ્યાણ સાધતા આપણા ચરિત્રનાયક સિદ્ધ ક્ષેત્રમાં પધાર્યા.
એ સિદ્ધાચળ ગિરિ, જ્યાં પ્રભુ રૂષભદેવ પૂર્વ નવાણુવાર આવી ને સમોસર્યા. જેને કાંકરે કાંકરે અનંતા સિધ્યા છે, જ્યાં પુંડરિક ગણધર પિતાના કોડ સાથીઓ સાથે મુકિત રમણને વર્યા જ્યાં પ્રભુ નેમ સિવાય વિસે જનવર સમવસર્યા હતા એવા ભવ્ય પવિત્ર સિદ્ધ - ક્ષેત્રમાં આત્મકલ્યાણ કરવાનેજ અન્તસમયે તેઓ પિતાના પ્રબળ પુણ્યની પ્રેરણાથી પધાર્યા હોય એમજ થયું. આવા સિદ્ધક્ષેત્રમાં આવવુ, ચાતુર્માસ નક્કિ કરવું એ પવિત્ર તીર્થાધિરાજની પવિત્ર ઘલી મસ્તકે ચડાવતાં ચડાવતાં દેહ વિલય કરવો એથી મહદ્ ભાગ્ય ક્યાં હોય ?
ચરિત્રનાયકને તેમની બાલ્યાવસ્થાથી જ સ અનુકુળ સંજોગે મળી આવતા તેમાં કુદરતનો જરૂર કાંઈ સંકેત હોવો જોઈએ, આપણે તે તેઓશ્રીના પુણ્ય પ્રભાવ અને ભાગ્યેાદય માટે જેટલા હર્ષિત થઈએ તેટલાજ કુદરતને એ સંકેત સમજવામાં વિચાર નિમગ્ન થઈએ તો જરૂર આપણને લાગશે કે આ ભવ્યાત્માએ આત્મશ્રેય સાધ્યું છે. આત્મોન્નતિ કરી છે.
યથા નામાં તથા ગુણા, એ લોકોકિત અનુસાર શ્રીમાન ચરિકાનાયક ઉમેદવિજ્યજી મહારાજ પિતાની જીવન ઉમેદ બર લાવતા લાવતા છેવટ શુભ ગતિની પ્રાપ્તિની ઉમેદ બર લાવવા આ સ્થળે પધાર્યા હોય એમ બન્યું, વિક્રમ સંવત્ ૧૮૬૪ના માગશર વદ ત્રીજને દિવસે મહા તીર્થની પવીત્ર છાયામાં રતનચંદ (પાટણવાળાની ધર્મશાળામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com