________________
લાભ નહતું. પણ તેઓશ્રીની લાયકાતજ જનતાને આકર્ષતી મહાપુરૂષોને પ્રસિદ્ધ થવાને કે પદવીઓ મેળવવાનો મેહ હોતેજ નથી પણ જનતાજ તેમની યોગ્યતાથી આકર્ષણ પામી તેમની સાચી કદર કરે છે અને તેમાં જ તેમની મહત્તા છે.
જ્ઞાન ધ્યાન અને તપશ્ચર્યામાં કેટલાક સમય વીતિ ગયા બાદ વિક્રમ સંવત ૧૯પરમાં રાધનપુર શહેરમાં શ્રીમાન મુળચંદજી મહારાજના શિષ્ય પં. મહારાજશ્રી આણંદવિજયજી મહારાજના હાથથી મહોત્સવ પૂર્વક ચતુર્વિધ સંઘ સમક્ષ પંન્યાસ પદવીથી ચરિત્રનાયક વિભૂષિત થયા. આમ જ્યાં ત્યાં તેમનું ચારિત્ર કોઈ અજબ આકર્ષણરૂપ થતું. એ રીતે તેઓશ્રી પિતાના જીવનમાં અનેકવિધ પ્રગતિને પામ્યા. ધન્ય છે એ મહાત્માને?
--- --
-
---
-
પ્રકરણ ૮ મું તીથ–સેવા એજ શાસન સેવા.
ણ કહે છે કે જગત પરિવર્તનશીલ નથી ? સમયે સમયે, દિવસે દિવસે, માસે માસે. વર્ષે વર્ષે, યુગે યુગે, સદીયે સદીયે કુદરતને એ કાનુન છે કે સારાય
વિશ્વને પરિવર્તનશીલ બનાવવું. કુદરતના એ અનન્ત અવ્યાબાધ નિયમને ન સમજનારાજ કહેશે કે જગત પરિવર્તનશીલ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com