________________
જૈનત્વની પ્રબળ ભાવનાથી આપણા પૂર્વજોએ લાબો અને અબજો રૂા. આપણું સૈન્ય પાછળ ખર્ચા છે અને એ ચૈત્યોજ આપણું ભૂત ૌરવ અને જાહોજલાલીના પુણ્ય સ્મરણ છે. જગત પરિવર્તનશીલ હોઈ જૈન સમાજ પણ તેથી વંચીત ન રહી. જૈન પ્રજા પણ ધીમે ધીમે ઘટવા લાગી. પૂર્વજોની હોજલાલીમાં વૃદ્ધિ કરવાની તો બાજુએ રહી પણ જે હતું તે પણ સાચવવાની તાકાત જૈન સમાજ ધીમે ધીમે ગુમાવવા લાગી તેના પરિણામે સ્થળે સ્થળના તીર્થસ્થાનો જીર્ણતાને પામવા લાગ્યા. કેટલાકનાં તે નામ નિશાન સુદ્ધાં ભૂલાવા લાગ્યાં એ અતિ દુઃખદાયક પરિસ્થિતિમાં પણ જૈન સમાજને કેટલોક સમય સબવું પડ્યું.
આ પરિસ્થિતિએ જૈન સમાજના કાન ઉઘાડ્યા સમાજને પુનઃ પિતાના ગૌરવનું ભાન થયું એ ભાન કરાવનાર કેટલાક મહાપુરૂષો હતા તેમાંના આપણું ચરિત્ર નાયક પણ એક હતા, તેમણે જોયું કે જન સમાજના તીર્થસ્થાનોની આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો થોડાજ વર્ષોમાં તીર્થસ્થાનેની અકલ્પનીય સ્થિતિ થઈ પડશે.
એ સમયે જૈન સમાજમાં એવા પ્રકારની ભાવના ઉત્પન્ન થઈ કે પુણ્ય પસાથે માનવ ભવ મળ્યો તેમાંય મહાપુણ્યના યોગે જૈન ધર્મની પ્રાપ્તિ થઈ તેની શું સાર્થકતા ? શુદ્ધ સમકિતી બનવું એજ મહાધમની મહાઆજ્ઞા છે એ સમકિતના આગમન અર્થે એ સમકિત ટકાવવા અર્થે તીર્થસ્થાનો એજ સર્વોત્તમ સાધન છે. માનવ ભવની મહત્તા સમજાવનાર એ જીનાલય અને તીર્થસ્થાનો જ્યાં જ્યાં જીર્ણ થયાં હોય, અપ્રસિદ્ધ થયાં હોય, તેને બહાર લાવવામાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com