________________
૨૭
ઉદય પછી અસ્ત, અને અસ્ત પછી ઉદય, એ અનાદિ કાળથી ચાલતે આવતે જગતને ક્રમ છે. ચડે તે જ પડે, સુખીજ દુઃખી થાય, ઉન્નત્તિમાંથીજ અવનતિ અવતરે, આ સૌ જીવન સાથે જોડાયેલાજ છે. કોની તાકાત છે કે તે નિયમન વિરૂધ્ધ થઈ શકે ? આનેજ જગત પરિવર્તનશીલતા કહે છે. એવો એકે દેશ નથી, એવી એકે સમાજ નથી, એવી એકે વ્યક્તિ નથી જે આ પરિવર્તનશીલતા દેવીના પંઝામાં ન આવ્યો હોય ?
જૈન સમાજને પણ આ દેવીની સત્તાના દોરમાં આવવું પડ્યું. એક વખતની પાટણની પ્રભુતા, અને પ્રબળ શ્રાવક સંઘનો વિચાર કરીએ છીએ ત્યારે પ્રત્યેક જૈનનું અત્યારની અદશા માટે નીચું નમેલું મુખ સૌરવ ઉન્નત થાય છે જે જૈન સમાજ સામાજીક રાજકીય અને ધાર્મિક એમ ત્રિવિધ સ્થિતિએ ઉન્નતગિરિના ઉચ્ચ શિખરે હાલતી હતી તે જૈન સમાજ આજે એજ ત્રિવિધ સ્થિતિએ અધાદશા ભોગવે છે છતાં જેનું પ્રાચીન ગૈારવ અને જાહેરજલાલીનું દર્શન કરવું હોય, નક્કર જેતત્વનું સાચું રહસ્ય સમજવું હોય, જૈનની રિદિસિદ્ધિનું ભાન કરવું હોય તે જેનોના તીર્થસ્થાન અદ્યાપિ મોજુદ છે.
આપણા એ પરમ પવિત્ર સિદ્ધાચળ ગિરિપરના, કે ગિરનારના ઉચ્ચ શિખર પરના, તથા મહા તીર્થ શ્રીસંમેતશિખરજી પરના, સૃષ્ટિ સૌંદર્યની મૂર્તિ સમા આબુજી પરના તારંગા કે રાણકપુરજીના દહેરાશજીની ભવ્યતા અને વિશાળતાનો યશોગાન સારૂય ભારત તો શું પણ અખીલ વિશ્વ ગાઈ રહ્યું છે એથી જૈનોની જાહોજલાલી માટે વધુ ખાત્રી કઈ હોઈ શકે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com