________________
જ્ઞાન જેથી મુક્તિનું ભાન થાય છે. આમ પહેલા જ્ઞાનથી સંસાર વધારાય છે જયારે બીજી જ્ઞાનથી આદ્ધાર થાય છે.
આપણા ચરિત્રનાયકની પસંદગી અત્યંતર જ્ઞાનની જ હતી. અને તેઓશ્રી એ તેજ જ્ઞાન પ્રાપ્ત કરવાનો નિશ્ચય કર્યો. કારણ તેમને તો આ ભવસાગરના ફેરા ટાળવો હતા. સંસાર છોડતાં અભ્યાસ માટે સંપૂર્ણ અવકાશ મળ્યો અને ગુરૂ મહારાજ પાસે અભ્યાસ વધારવા લાગ્યા.
એમ મારવાડમાં કેટલોક સમય વિચાર્યા બાદ તેઓશ્રી રાજનગર (અમદાવાદ) માં આવ્યા. ત્યાં ડેલાના ઉપાશ્રયે પં. મહારાજશ્રી રત્નવિજયજી ગણી મહારાજ પાસે યોગદ્વહન કરી વિક્રમ સંવત્ ૧૯૨૮ની સાલમાં તેઓશ્રીએ વડદીક્ષા અંગીકાર કરી અને તે વખતથી તે બાશ્રીનું નામ મુનિ મહારાજશ્રી ઉમેદવિજયજી રાખવામાં આવ્યું. આ રીતે એક વખતના સુમનમલજી મુનિશ્રી સુતાનવિજયજી બની મુનિ મહારાજશ્રી ઉમેદવિજયજી થયા અને એ જ નામે તેઓશ્રી આજે સુવિખ્યાત છે.
એમ કેટલોક સમય ગુરૂ મહારાજ સાથે રાજનગરમાં પસાર થો ત્યાંથી ગુરૂ મહારાજને સકારણ મારવાડમાં વિહાર કરવાનો પ્રસંગ આવ્યો પણ ચરિત્રનાયક તપાગચ્છાધિરાજ દાદાના ઉપનામથી પ્રસિદ્ધિ પામેલા લુવારની પળે બીરાજતા શ્રીમાન પં. મહારાજશ્રી મણીવિજયજી દાદા પાસે રહ્યા. અને એ ચાતુર્માસ દરમ્યાન ચરિત્ર નાયકે પિતાના અભ્યાસમાં ઘણો વધારે કર્યો. કાવ્ય, વ્યાકરણ પ્રકરણદિને સારે અભ્યાસ થયે. છતાં જ્ઞાન એવી વસ્તુ છે કે તેમાં જેમજેમ ઉંડા ઉતરાય તેમતેમ વધુને વધુ ઉંડું ભાસે, જ્ઞાન સાગર છે તેની મર્યાદા નહોઈ શકે ? તેમાંથી તે મેળવાય તેટલું મેળવવું એજ ભવ્યાત્માઓને મન કર્તવ્ય મનાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com