________________
૨૧
ભાવનાથી ચરિત્રનાયકને ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની અભીલાષા ઉત્પન્ન થઈ અને તે તેમણે જાહેર કરી માતા પિતાની અનુજ્ઞા મેળવી વિક્રમ સંવત ૧૮૨૬માં વીસ વર્ષની યુવાન વયે પાલી શહેરમાં ગુરૂ મહારાજ શ્રી વિનયવિજયજી મહારાજ પાસે દીક્ષિત બન્યા ત્યારે ચરિત્રનાયકનું નામ મુનિ શ્રી સુજ્ઞાનવિજયજી રાખવામાં આવ્યું.
એક તો પુણ્યાત્મા વળી વીતરાગનો ધર્મ મળ્યો અને એ ધર્મમાં પણ સર્વ વીરતિને સર્વોત્કૃષ્ટ માર્ગ મળ્યો પછી એથી મહદ્ ભાગ્ય કયાં હોઈ શકે ?
આમ આત્મનો સાક્ષાત્કાર કરવા સંસારને કારાગૃહ માની ત્યાગ એજ મુક્તિનો ધોરી માર્ગ છે તે ચરીત્રનાયકે સ્વીકાર્યો તેમના એ ત્યાગને પણ આપણા અનેકવિધ નમન હો ! !
પ્રકરણ ૭ મું. પ્રગતિના પંથે
વે તે આપણું ચરિત્રનાયક પહેલાં સુગનમલજી ન હતા પણ મુનિશ્રી સુજ્ઞાનવિજયજી થયા. આત્મોદ્ધારાર્થે સર્વેત્કૃષ્ટ ત્યાગના માર્ગે તેમણે ઝંપલાવ્યું. તેમનું ભાવિ સૌને ઉજ્વળ લાગ્યું.
ચરિત્રનાયકને બાલ્યાવસ્થામાં પણ ધર્મ વિષે કાંઈને કાંઈ જાણવું એ તે તેમની હાર્દિક ઇચ્છા રહેતી. છતાં જન ધર્મની વિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com