________________
પ્રકરણ ૩ જુ
પુત્રનાં લક્ષણ પારણામાંથી.
જયારે જ્યારે જીવન ચરીત્ર લખવા કોઈપણ લેખક
2 ) પ્રેરાય છે ત્યારે તેને એક પ્રશ્ન ઉભવે છે કે જીવન ચરીત્રો કેનાં હેકી શકે?' જગત્ ભરમાં નજર દોડાવીએ તો ત્યાગીઓ અને રાગીઓ, આત્મવાદીઓ અને જડવાદીઓ એમ પરસ્પર વિરૂદ્ધ વ્યકિતઓથી જગત ભરપુર છે. આથી જેઓ રાગીઓ હોવા છતાં જેણે કાંઈ સમાજ-સેવા રાષ્ટ્ર સેવા કે ધર્મ સેવા કરી હોય તેવાઓનાં જીવન ચરીત્રો લખાય તે પણ સમાજને કશી હાની નથી છતાં માનવ ભવનું ધ્યેય-બિન્દુ મેક્ષ પ્રાપ્તિ છે. તે એ ધ્યેય પ્રાપ્તિનાં પુનિત માર્ગે ગયેલા સૈ મહાપુરૂષોનાં જીવન ચરિત્રે તેટલાં જ તેથી વિશેષ સમાજને જરૂરી અને હિતપ્રદ છે. | મુમુક્ષુ આત્માઓને તેવાઓનાં જ જીવન ચરીત્રે ઉપકારક નીવડે છે કે જેમણે અહિક સંપત્તિ અને સુખ ક્ષણભંગુર માની પિતાના જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય ઠાંસી ઠાંસીને ભર્યા હોય, કર્મની નિર્જર કરી આમેધ્ધાર કર્યો હોય, અને એટલું તે નિર્વિવાદ છે કે ત્યાગ માગ સિવાય આત્મધાર નથી આથી એ માર્ગે વિચરનાર. મહાવિભુતિઓના જીવન ચરીત્રો ને સન્માર્ગે દોરે છે એવા મહાપુરૂષોનાં જીવન ચરી ને બહાર લાવવાંજ ઘટે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com