________________
૧૮
પ્રકરણ ૬ હું. સંસાર એક કારાગ્રહ, ત્યાગ એજ મુકિત
સ સ આતાપમાં કઇ મનુષ્ય પ્રવાસે નિકળે, ડો. મધ્યાન્હ થતાં સૂર્યદેવ પુખ્તારમાં ખીલી જગત્બરના માનવેને પોતાની પ્રચંડતાનુ ભાન કરાવે, પ્રવાસીનું હૃદય આતાપના ઉકળાટમાં ઉકળાટમય બને, પરિણામે જ્યાં અન્ન કે જળ કાંએ ન મળે તેવા ઉન્માર્ગે ખેંચાઇ જાય ત્યારે જેમ તેને પેાતાનું ચિરસ્થાઇ વતન સાંભરે છે તેમ આ વિષમ સંસારે સૌ માનવેા પ્રવાસે નિકળ્યા છે પણ તે પ્રવાસ શેના? અને કઈ તરફના ? તેનુ ચેાકસ ભાન ન હોવાને કારણે રાગ દ્વેષાદિ પાષક પ્રવૃતિઓના સપ્ત આતાપમાં માનવ હૃદય ગુંચવાય છે ત્યારે તેને પણ પેાતાનું ચિરસ્થાઇ વતન સાંભરે છે પણ તે કયું ? માનવ લેાકના માનવાનું ચિરસ્થાઇ વતન માનવ લેાક નહિ પણ લેકે જેને સ્વ કહે છે તે માનવાનું ચિરસ્થાઇ વતન સિધ્ધસ્થાન છે.
રાગદ્વેષ અને તેના ઉપાસકે! મનુષ્યને ભાન ભૂલાવી ઉન્માર્ગે ખેંચે છે ત્યારે મનુષ્યા સંસારના સેાનેરી પિંજરામાં પુરાય છે પણ એ દેહધારીઓને ઉન્માર્ગે જતાં અટકાવનાર, જીવનની ગલી ગુંચીએમાં ભરાઇ જતાં દેહધારીએને જીવનને રાજમાર્ગ બતલાવનાર મનુષ્ય હૃદયમાં બિરાજેલ આત્મ-દેવ ' છે. એ આત્મદેવ તેને સમજાવે છે કે.... “ આ તારા મા નહિ તુ ભૂલે છે ? ''
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com