Book Title: Amrut Yognu Prapti Mokshni
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 11
________________ ( આશીર્વચન ) યોગસામ્રાજ્યમાં પ્રવેશ દૂધમાં ભેળવાતી ખાંડ જો દૂધને સ્વાદિષ્ટતા બક્ષીને જ રહે છે તો દૂધમાં પડતું લીંબુનું ટીપું દૂધને ફાડીને જ રહે છે. - વાણીમાં ભળતાં મીઠાં શબ્દો જો સૌષ્ઠવ આપીને જ રહે છે, તો વાણીમાં ભળતી કડવાશ સંબંધવિચ્છેદ કરાવીને જ રહે છે. જીવની હકીકત પણ કંઈક આવી જ છે – મિથ્યાત્વ-અવિરતિ વગેરેની સાથે થતો જીવનો યોગ જીવના લમણે અનંત સંસાર ઝીંકીને જ રહે છે, જ્યારે સદાગમ, સદ્ગુરુ, સદ્ધોધ, સંબોધિ, સગુણ વગેરેની સાથે થતો જીવનો યોગ જીવને મોક્ષ બક્ષીને જ રહે છે. યોગ કોની સાથે કરવો એ જીવનના હાથની વાત છે, પણ એક વાર મિથ્યાત્વની સાથે યોગ કરી દીધા પછી આખરે સંસાર અવયંભાવી છે અને સદ્યગાવંચક ભૂમિકાએ રહીને સદ્ગુરુની સાથે યોગ કર્યા પછી મોક્ષ પણ અવયંભાવી છે. યાદ રહે, મિથ્યાત્વની સાથે થતો યોગ યોગ છે જ નહીં, એ તો આત્માના અનંત સદ્ગણો સાથેનો, અરે ! મોક્ષ સાથેનો વિયોગ જ છે. યોગ તો એ જ છે કે જે મોક્ષનો યોગ કરાવી આપે, પછી ચાહે તે ક્યિા જિનાલય દર્શનની હોય કે જિનવાણી શ્રવણની હોય, સાધર્મિક વાત્સલ્યની હોય કે સામયિકની હોય. મોક્ષ સાથે યોગ કરાવનારી તે સર્વ ક્રિયાઓ યોગમાં પરિણમે છે. આ રહ્યા એ મહોપાધ્યાયજી મહારાજનાં ટંકશાળી વચનોઃ मोक्षेण - महानन्देण योजनात् सर्वोऽपि धर्मव्यापार....योग: विज्ञेय અર્થાત્ અનંતાનન્દરૂપ મોક્ષ સાથે જોડી આપનારી (યોગવિંશિકા - ૧ વૃ) તમામ ધર્મક્રિયાઓ યોગ જાણવી. સબૂર ! સામયિક જો પરંપરાએ પણ મોક્ષની સાથે જોડી આપે, તો જ યોગ છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 347