Book Title: Amrut Yognu Prapti Mokshni
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 10
________________ જન્મસીડીઓ કેવી હોય છે, તે વર્ણવી હોત તો સાધકને આગળ-આગળનો ખ્યાલ પહેલાંથી આવી જાત. આત્મ શુદ્ધિ થતા... આત્મિક ગુણોનું પ્રગટીકરણ સાધકને આત્માનંદની અનુભૂતિ કરાવે છે. આત્મિક આનંદ જ પરમાનંદ છે. એની પ્રાપ્તિ માટે જ યોગમાર્ગ છે. આવો યોગમાર્ગ જેમ જેમ સમજાતો જાય અને પછી જેમ જેમ અનુભૂતિમાં આવતો જાય, તેમ તેમ સાધક મોક્ષની દિશામાં આગળ વધતો જાય છે. આ રીતે યોગમાર્ગને મોક્ષમાર્ગ કહી શકાય. એ રીતે યોગોપાસના એ મોક્ષપાસના છે. યોગની અષ્ટ દૃષ્ટિઓનો પરિચય બેને આપ્યો છે, એ આઠ દૃષ્ટિઓ આત્મામાં થતા ઉઘાડને વધુ સ્પષ્ટ કરવા માટેની છે. અષ્ટાંગ યોગ અને અષ્ટદૃષ્ટિઓના યોગની બંને દિશાઓ જુદી જુદી જ વસ્તુઓ વડે મહર્ષિ પતંજલિએ કાય-યોગ, વચનયોગ અને મનોયોગના ત્રણે યોગોને અષ્ટાંગયોગથી વર્ણવીને દેહથી મનના ધરાતલ ઉપર પહોંચવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે પૂ. હરિભદ્રસૂરિ મહાપુરૂષે આત્મામાં થતા કર્મોના ક્ષય-ક્ષયોપશમથી પ્રગટતા બોધના પ્રમાણને અષ્ટ દૃષ્ટિઓની વ્યવસ્થા સમજાવી છે. આન્તરિક અને આત્મિક કક્ષાની બધી વાતો કરી છે. ખૂબ જ અભિનંદન આપું છું રશ્મિબેન ભેદાને, જેમણે ઘરગૃહસ્થી સંભાળીને પણ આ દિશામાં પુરુષાર્થ કર્યો છે. યોગરસિક અનેક આત્માઓના આ ગ્રંથ યોગમાર્ગે આગળ વધવામાં અને અંતે મોક્ષપ્રાપ્તિની દિશામાં આગળ વધવામાં ઉપયોગીસહયોગી બનશે. ધર્મલાભના શુભ આશીર્વાદ... IX - પંન્યાસ શ્રી અરૂણવિજયજી મહારાજ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 347