Book Title: Amrut Yognu Prapti Mokshni Author(s): Rashmi Bheda Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 8
________________ આશીર્વચના યોગમાર્ગે મોક્ષપ્રાપ્તિ “મોને સે મર્ય, યોને મોક્ષ સુદ્રમ્” ભોગો ભોગવવામાં રોગ થવાની સંભાવના ઘણી વધારે છે, જ્યારે સામે યોગ માર્ગે આગળ વધતા સાધકને મોક્ષસુખની પ્રાપ્તિની સંભાવના ઘણી વધારે છે. ભર્તુહરિને છેવટે થાકીને કહેવું જ પડ્યું કે ખરેખર ભોગો નથી ભોગવાયા, પણ હું જ ભોગવાઈ ગયો છું. ભોગમાર્ગ, રોગમાર્ગ અને યોગમાર્ગ એવા આ ૩ માર્ગો જગતમાં સદા કાળથી છે, તેથી ભોગી, રોગી અને યોગી એવી ત્રણેય અવસ્થાના લોકો જગતમાં ઘણા છે. યોગીઓની સંખ્યા તો બહુ જ થોડી છે, પરંતુ દ્વિધા ભોગી અને રોગીની સંખ્યામાં સરખામણીની છે. શું ખરેખર ભોગીઓની સંખ્યા સંસારમાં વધારે છે? કે પછી રોગીઓની ? પરંતુ રોગી ક્યાંથી વધ્યા ? ભોગશક્તિમાંથી જ રોગીઓની સંખ્યા વધતી ગઈ છે. ભોગાશક્તિ છોડીને સર્વથા જુદી જ દિશામાં જઈને યોગી જે જે બન્યા છે, તે રોગી પણ નથી બન્યા. નિરોગી - અરોગી થઈને સ્વસ્થ જીવન જીવ્યા છે. મોવàળ ગોયા ગોરો' યોગવિંશિકા ગ્રંથના પ્રારંભમાં જ પૂ. હરિભદ્રસૂરિ મહારાજે મોક્ષની સાથે આત્માના જોડાણને જ યોગ માર્ગ કહ્યો છે, તેથી જ આવો યોગમાર્ગ જેને ગમી જાય, તેને ભોગમાર્ગ સર્વથા નથી રચતો. સર્વથા પૂર્વ-પશ્ચિમની જેમ બંને માર્ગો મૂળમાંથી જ જુદા છે. સંસારનું પરિભ્રમણ એ ભોગમાર્ગ છે, જ્યારે યોગમાર્ગ સર્વથા ભોગથી વિમુખ છે. વિપરીત છે. યોગમાર્ગની દિશા જ મોક્ષ પ્રાપ્તિની છે. યોગ માર્ગે ભોગમાર્ગ યોગ માર્ગે આગળ વધનારો સાધક બનતો જાય છે. સાધકને સિદ્ધિઓ પ્રાપ્ત થતી જાય છે. એની સાધના કોઈ દેવ-દેવીની અથવા કોઈ વિદ્યાની સાધના નથી. એનું VIIPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 347