________________
માગમત
પ્રયેાજન, દુર્ગતિનું નિવારણ અને શુભગતિની પ્રાપ્તિ છે એમ જણાવી ધમનું મુખ્ય તત્વ અન્ય જિંદગીને અગેજ જણાવે છે.
એનું કારણ એમ જણાય છે કે
આ ભવને દુખના નિવારણમાં જે કે પૂર્વ–ભવે કરેલાં પુણ્ય મુખ્ય ભાગ ભજવે છે, અને તેથી આ ભવના દુઃખનું પણ નિવારણ પૂર્વભવમાં કરેલા ધર્મથી થએલા પુણ્યદ્વારા થાય છે, તે પણ સામાન્ય દષ્ટિવાળે મનુષ્ય આ ભવના દુઃખના નિવારણમાં ઉદ્યમને પ્રત્યક્ષ દેખતે હોવાથી અને પુણ્યપ્રકૃતિ સુક્ષમ હેઈ અરૂપી જેવી હેવાને લીધે તેને નહિ દેખતે હોવાથી ઉદ્યમજન્ય માની લેવાની ભૂલ કરે એ સ્વાભાવિક છે.
જગતમાં ખેતરની માટી અને વરસાદનું પાણી એકસરખું હેવા છતાં જેમ જુદી જુદી જાતનાં વૃક્ષે ઉત્પન્ન થાય છે, તેથી જુદાં જુદાં બીજે વાવ્યાનું અનુમાન સહેજે કરી શકાય છે, તેમ એક કુલમાં એક માતાની કુખે જન્મેલા, એક-સરખા સંજોગોને ધારણ કરનારા પુત્રમાં, સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય વગેરે સુખના સાધનેની પ્રાપ્તિની વિચિત્રતાને જેનારે સામાન્ય દષ્ટિવાળે મનુષ્ય પણ પુણ્યની વિચિત્રતાનું અનુમાન કરી શકે છે. આમ છતાં જેઓની તેવી કારણુ-ગવેષણાની દષ્ટિ પહોંચતી નથી, તેઓ આ લેકના સર્વ સુખસાધનેને માત્ર ઉદ્યમજન્ય માનવા તૈયાર થાય છે.
જેમ કેઈ ન કલ્પી શકાય તે ગમાર મનુષ્ય ક્ષેત્રમાં પાકની વિવિધતાના મૂળ કારણરૂપ વાવવાના બીજેનું જુદાપણું નહિ સમજતાં માત્ર ક્ષેત્ર અને પાણીને જ પ્રભાવ જાણે, માને અને કહે, તેવા રીતે કેટલાક અજ્ઞાન છે પણ બુદ્ધિ અને પ્રયત્નને જ માત્ર દેખતાં આ ભવમાં થતી સુખના સાધનની વિચિત્રતાને તે બુદ્ધિ અને પ્રયત્નના જ ફળરૂપ માને છે, પણ બીજની વિચિત્રતાની માફક પરભવના કર્મોની વિચિત્રતાને માનવા ન કલ્પી શકાય તેવા ગમાર માણસની માફક તૈયાર થતા નથી.