________________
પુસ્તક ૩-જુ
વત્તા-અમે નિયતઃ પૂર્વગ્રામ એટલે પછીની વસ્તુના લાભમાં પૂર્વને લાભ જરૂર હોય તે પછી સહચરીપણું કેમ ઘટે? ' એ વાત જરા ઉંડા ઉતરીને વિચારવાથી માલુમ પડશે, કી ને અજવાળું જેમ મહેમાહે હોય જ છે. છતાં પ્રથમ ક્ષણે દીવે તે પછી અજવાળું એમ તે કહેવું જ પડશે. જો કે તે બન્ને સાથે જ થાય છે. છતાં પહેલાં પછીની અપેક્ષાએ વિચારીએ તે દીવે પ્રથમને પછી અજવાળું હોય!
તેમ અહીં પણ સમ્યગદર્શન કારણ છે. ને સમ્યગાન કાર્ય છે, માટે તે સાથે જ રહે છે. કારણ-કાર્ય રૂપે (કારણ હેય ત્યાં કાર્ય હોય તે રૂપે) તે મનાય છે.
- અજવાળા વગરને દી કદી પણ માનવામાં આવશે નહીં, તેથી જ્યાં સમ્યગદર્શન ત્યાંજ સમ્યગું જ્ઞાન કહેવામાં વાંધા જેવું નથી, દીપક અને ઉદ્યોતને કારણે કાર્ય માનીએ ત્યારે પૂર્વ પછી રૂપે દીને ઉદ્યોત લઈ શકાય. માટે સમ્યગજ્ઞાન તે સમ્યગદર્શન હોય ત્યાં જ હોય છે. તેવું સમ્યગ્ગદર્શનવાળું જ્ઞાન જ આરાધ્ય ગણાય
પ્રશ્ન–કચરામાં ઉગેલું કમલ જયાં હોય ત્યાં સુગંધ આપે છે, તેમ ભગવાનનું વચન પવિત્ર છે. તે જ્યાં હોય ત્યાં સુગંધ ન ઉપજાવે ?
ઉત્તર-કમલને સ્વભાવ સુગંધ આપવાને છે છતાં ચંડાલના હાથમાં રહેલ કમલને ઉચ્ચ માણસ નહી લે. વળી વિકાની અંદર પડેલા કમલને પણ કઈ લઈ શકતું નથી. તેમ ભગવાનના કહેલા શાસ્ત્રો કમલ જેવા ઉત્તમ છે છતાં તેની ઉત્તમતા કરતાં મિથ્યાત્વીનું અધમપણું એટલું હલકું છે કે તેમાં તે હોય તે પણ લેવા લાયક નથી. કારણ કે ભગવાનના વચનને ઉપયોગ તેઓ વૈરાગ્યમાર્ગથી | પ્રતિકૂલ માર્ગમાં જ કરશે.