________________
આગમત વાવું ન થતું હોય તે એક આંખને પલકારે માર કે શ્વાસ લે તે પણ જગતને મુશ્કેલ પડત.
વનસ્પતિ વિગેરેને તે તિછ ભાગમાં વાતા વાયરાથી કેટલું બધું પોષણ મળે છે? તે વાત વનસ્પતિ વિદ્યાને જાણનારાઓથી અજાણ નથી.
આવી રીતે જગતના જીવના જીવનનિર્વાહમાં ઉપકારી વસ્તુએને વ્યવસ્થિત કરનાર વાયુનું તિછું વાવું તે જીના પુણ્યને જ આભારી છે.
જગતમાં પુણ્યને બંધ કરતી વખતે અનેક પ્રકારના શુભ અધ્યવસાયવાળા હોય છે. અને પવિત્ર અધ્યવસાયથી કરેલા પવિત્ર કાર્યોથી લોકોને અનેક પ્રકારના ઉપકાર થાય છે. માટે એક જ ધર્મ (પુણ્ય)થી અનેક પ્રકારના અનેક વસ્તુ દ્વારા જુદાં જુદાં કાર્ય થાય તેમાં આશ્ચર્ય નથી.
સમુદ્ર વિગેરેની સ્થિતિને ધર્મ દ્વારા ગોઠવાતી જોઈ કેટલાક મનુષ્યને અતિશયોક્તિ લાગવાને સંભવ છે, પણ તે સમુદ્ર વિગેરેની વિરૂદ્ધ વર્તણુંક થતાં જે જે કારમાં બનાવ બને છે. તે બનાવે તરફ બારીકાઈથી જોવામાં આવે તે કારમાં બનાવથી એટલે કાળ જે જે પ્રાણીઓ બચ્ચા તેમાં તે તે પ્રાણીઓને તેટલે કાળ ધર્મ પ્રભાવ માન્યા સિવાય છૂટકે જ નથી.
ધ્યાનમાં રાખવું કે સમુદ્રાદિનું મર્યાદાસર રહેવું તે વિરૂદ્ધ વર્તનના અભાવરૂપ નથી, કે જેથી વ્યવસ્થાસરનું થતું વર્તન તે પાપના અભાવથી થયેલું માની શકાય, અર્થાત્ કારમા કેર વર્તાવનારૂ વિરૂદ્ધ વર્તન જેમ જગતના તે તે જીવેના પાપના ઉદયથી થાય તેવી જ રીતે તે સમુદ્રાદિનું વ્યવસ્થાસર વર્તન જગતને તે તે જીના પુણ્યના ઉદયે માનવું તે જ યુક્તિસંગત છે.
જગતના મનુષ્ય જાનવર વિગેરે સર્વ ને આ પ્રત્યક્ષ દેખાતી પૃથ્વી આધારભૂત છે. એ પૃથ્વી જેમ ઉપરથી આધાર વગરની છે. તેવી જ રીતે નીચે પણ આધાર વગરની છે.