Book Title: Agam Jyot 1976 Varsh 12
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 150
________________ છે પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રી . પ્રસાદી....ત પાંચ મહાવ્રતને લગતા મહત્વના પ્રશ્નોત્તર [ આ પ્રશ્નોત્તરે શ્રી સ્થાનાંગસૂત્રના વ્યાખ્યાનમાંથી ઉપયોગી સમજીને તારવેલા અહીં રજુ કરાય છે. પ્ર. ૧ મહાવતેમાં પ્રાણવધ, હિંસા, જીવવધ કેમ ન વાપર્યા ! ઉ. ગણધર મોક્ષના બારણું ઉઘાડવા બેઠેલ છે. તેથી દેરવાની નીતિને અંગે પ્રાણાતિપાત વિરમણ મૂક્યું છે. પ્ર, ૨ બ્રહ્મચર્યને થે નંબરે રાખે, એ તે એની કિંમત ગઈ ને? ઉ. પહેલામાં આત્માની નુકશાની, બીજામાં આત્માના ગુણની નુકશાની; ત્રીજામાં પાડોશીની નુકશાની, ચેથામાં શાસનને, ધર્મધ્વજને, સ્વર્ગની સીડીને અને આત્માને પણ નુકશાની, તથા પાંચમા માં મમત્વભાવ એ દુનિયામાં ડુબાડનાર છે, તેથી આ ક્રમ છે. પ્ર. ૩ ચેાથું પાપસ્થાનક એ ચારે પાપસ્થાનકોને બાપ છે, તે પછી એની વિરતિ પ્રથમ કેમ ન લીધી? ચેથું અમુકના બચાવ માટે, જ્યારે પહેલું સર્વના બચાવ માટે એટલે કે મિથુન એ સંગ રૂપ પ્રાસંગિક ચીજ છે. મૃષાવાદને પ્રસંગ વીસ કલાકને, હાલતાં ચાલતાં. ચેથા વ્રતના વિષયની અલ્પતા હોવાને લીધે અને મૃષાવાદમાં વિષયનું બહપણું હોવાને લીધે બીજે નંબરે મૃષાવાદ વિરતિ રાખવાની જરૂર છે. અદત્તાદાનની અંદર મેટ વિષય છે. તેટલે મથુનવિરતિમાં નથી.

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162