Book Title: Agam Jyot 1976 Varsh 12
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 162
________________ સાગરની * આપણા જીવનને ડાળી નાખનાર રાગ-દ્વેષ અને મહિને વધારનારા જગતના ભૌતિક-પદાર્થોને સુખશાન્તિ આપનારા માનવા તે ખરેખર વિચારક-બુદ્ધિની ખામી જણાય છે. અંક અશુભ કર્મોને બાજે દુઃખ અને અશાન્તિ ભોગવવા દ્વારા ઘટે છે, તો તેમાં ગભરાવાની જરૂર શી ? * સુખશાન્તિનાં સાધનોને ઉમંગપૂર્વક ભાગવવાથી બાંધીને લાવેલ શુભકર્મની મુંડી ખલાસ થાય છે, તે ગભરામણ થવાને બદલે હર્ષ-આનંદ કેમ ? આ હકીકત ખૂબ જ વિચારણીય છે. મુક વિચારોને અમલમાં મૂકતાં પહેલાં વિવેકબુદ્ધિથી પરિણામને વિચાર કરવો જરૂરી છતાં સંકારાના ધક્કાથી વિચારશક્તિ વિકૃત બની જવાથી વિપરીત માર્ગે આ પણી દોડધામ ચાલુ રહે છે. એક ગુણાનુરાગ અને સ્વદોષદર્શન આરાધક-ભાવને વધારવા ટકાવવા ઉપચાગી બાબત છે. - એક ડાહ્યા અને સમજુ ગણાતા માનવે પણ વિકારી–ભાવના ઉદયમાં વિવેકહીન બની જાય છે, તેથી આંતરની જાગૃતિથી ઉદયમાં આવતા વિકારી ભાવોને ફળશૂન્ય બનાવવા પ્રયત્ન કરવા જરૂરી છે. ભાગની વાસના મનને બહેકાવી દે છે, તેથી સદ્દવિચાર વિવેક કે સમજણને વ્યવહારૂ બનવા માટેની ભૂમિકા ખલાસથઈ જાય છે. ## જ્ઞાનીઓના ચરણે વિનયથી બેસી દૃષ્ટિની કેળવણી કર્યા વિના વસ્તુનું સાચું સ્વરૂપ સમજાતું નથી. આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૩૮૦૦૦૧

Loading...

Page Navigation
1 ... 160 161 162