________________
.
આગમત જો કે કેટલાક સૂર્ય, ચંદ્ર, પૃથ્વી આદિકના ધારણ દ્વારા ઈશ્વરની સત્તા સાબીત કરવા પ્રયત્ન કરે છે, પણ તેઓએ સમજવું જોઈએ કે જે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી વિગેરેમાં વસવાવાળા જ હેય તે તે જીવેના આયુષ્યાદિ પુણ્યની અપેક્ષાએ જ ઈશ્વર પણ તે તે સૂર્ય, ચંદ્ર પૃથ્વી આદિને ધારણ કરે. અને જે નછૂટકે પણ ઈશ્વર કર્તવવાદીઓને તેમ માનવું જ પડે, તે પછી એમ કહેવું કેઈપણ પ્રકારે છેટું નથી કે સૂર્ય—ચંદ્રાદિકને મુખ્યતાએ ધારણ કરનાર ધર્મ જ છે, અને કતૃત્વ માનવાવાળાઓને ઈશ્વર તે ધર્મરૂપી ઈજીનને ડબ્દ જ ગણાય.
વસ્તુતતાએ તે કર્તુત્વવાદીઓમાં જીવાજીવાદિક અતીન્દ્રિય પદાર્થોને નિરૂપણ કરનાર સર્વજ્ઞની સાબિતી કરી શકે તેવા આગમ કે શાસ્ત્રોનું સમર્થન નથી, તેથી ઈશ્વર અને તેના સર્વજ્ઞપણાની સાબિતી માટે કર્તવ–આયેાજન અને ધારણ આદિકનાં ફાંફાં મારવાં પડે છે.
આ સ્થળે આ વાતને વધારે નહિ ચર્ચતાં ટૂંકાણમાં એટલું જ સમજાવવાનું કે જીવનને ધારણ કરનારા જીવની જીવનરક્ષા માટે સૂર્ય-ચંદ્રાદિને ધારવું તે શું ? પણ વર્તમાન જિંદગીના દરેક પ્રસંગોમાં જીવનરક્ષાના સાધન ભૂત પદાર્થો ધારણ કરનાર તે ધર્મજ છે. અને તેથી કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી વિગેરે ધર્મને મહિમા જણાવતાં નીચેની હકીકત સ્પષ્ટ કરે છે.
કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામધેનુ વિગેરે પદાર્થો જે પાપપૂર્ણ છના દષ્ટિપથમાં પણ આવતા નથી, તેવા કલ્પવૃક્ષાદિક પદાર્થો ધર્મિષ્ઠ-પુરૂષને ધર્મના પ્રભાવથીજ ઈષ્ટ સિદ્ધિને કરનારા થાય છે.
સંસારી જીની જીવનદશા સર્વ પ્રકારના દુઃખદ પ્રસંગેથી ઘેરાએલી હોય છે. છતાં તેવી દશામાં વર્તનારા સંસારી-જીવને અપાર એવા દુઃખના દરિયામાં પડતાં બચાવી લેનાર જે કોઈપણ હોય તે તે માત્ર પૂર્વભવમાં સંચિત કરેલા પુણ્યરૂપી અત્યંત હિતૈષી અને અદ્વિતીય બંધુ અને સર્વથા સાથે રહેલે ધર્મ જ છે.