________________
૨૫:
પુસ્તક ૧-લું નરક અને તિર્યંચની ગતિરૂપ દુર્ગતિઓથી બચવાનું થયું છે, સ્વર્ગની સીડી પગ આગળ ખડી થયેલી છે, મેક્ષની મહેલાત નજર આગળ ચમકી રહેલી છે, મેક્ષ પ્રાપ્ત કરવાનાં સાધને હસ્તગત થઈ શક્યાં. છે, આત્માને આરંભ–પરિગ્રહ આદિથી નિવૃત્તિ થવા પામી છે. વિષય કષાયથી નિવૃત્તિ કરાવી તે નિવૃત્તિમાં દઢ રાખી દિન-પ્રતિદિન મેક્ષની પ્રાપ્તિની નજીક લઈ જનાર એ શ્રમણ સંઘ અને તેને સંસર્ગ અનન્તાકાળે દુર્લભરીતે જે પ્રાપ્ત થયા છે, તે બધા ઉપકારના કારણ તરીકે જ્યારે જિનેશ્વર-મહારાજને ધ્યાનમાં લઈએ ત્યારે ભગવાન જિનેશ્વર મહારાજથી કેવાં ઉત્તમ ફલે આ આત્માને પ્રાપ્ત થયાં છે? તે ખ્યાલમાં આવે.
કેટલાક ભવ્યજીવોને માટે ભગવાન જિનેશ્વર મહારાજાઓ જ્યારે દીપક સમાન ઉપકારી થાય છે, ત્યારે કેટલાક ભવ્યજીને આશ્રયી તે તે ત્રિલેકનાથ તીર્થકર ભગવાન સૂર્ય સમાન પ્રકાશ કરનારા થાય છે, એટલે જગતમાં જે પ્રમાણે પ્રકાશને ગ્રહણ કરનારી દષ્ટિ હોય તે પ્રમાણે પ્રકાશ કરનારની ઉત્તમતા પ્રકાશને લેવાવાળે સમજે, તેવી રીતે અહિં ત્રિલેકનાથ તીર્થંકરભગવાનની સર્વોરમતા તેજ મનુષ્ય સમજી શકે કે જે મનુષ્ય ભગવાન્ જિનેશ્વરમહારાજના આગમરૂપી તેજને અવેલેકન કરવાને માટે શક્તિમાન હોય, ઉપકારીનું ઉપકારિપણું એકસરખું જ હેય?
યાદ રાખવું કે ભગવાન જિનેશ્વરમહારાજ ત્રણે લેકના ઉપકારને માટે એક સરખી રીતે પ્રવેલા છે, છતાં પણ તે ત્રિલેકનાથ તરફથી ઉપકારની ન્યૂનાધિકતા પાત્રની ન્યૂનાધિતા ઉપરથી થાય છે જગતમાં વરસાદનું થવું એક સરખી રીતે થાય છે, છતાં પણ મેતીની ઉત્પત્તિ તે શુક્તિ (છીપ)માં પડેલા જલબિન્દુએથી થાય છે, તેવી રીતે. ભગવાન જિનેશ્વરમહારાજને સાચે અને ઘણે ઉપકાર અપ્રમત્તપણે જીવન વ્યતીત-કરનાર મહાપુરૂષોમાં જ થાય છે.
જે કે જલધરની ધારાથી વનસ્પતિઓમાં જેવી રીતે પણ પિતપિતાને લાયક ફલ-ફૂલ વિગેરે થાય છે, તેવી રીતે પ્રમત્ત આદિ