________________
આગમત
આવવાનું માને છે, જ્યારે ભગવાન જિનેશ્વર મહારાજને જે સિદ્ધદશા પ્રાપ્ત થાય છે, તે સિદ્ધદશામાંથી જન્માદિના ઉપદ્રવરૂપે સિદ્ધપણાના પ્રતિપાતને કોઈપણ કાલે થવાનું માનતા નથી.
એટલું જ નહિ પરંતુ તે મોક્ષ એ માનવામાં આવેલ છે કે મુક્તિદશા પામતી વખતે જે આત્મામાં ગુણ ધારણ કરેલા છે. અગર જે ગુણે આત્મામાં ક્ષાયિક ભાવપણે થઈને રહેલા છે, તેમાંથી ગુણના એક લેશને ક્ષય પણ થવાનું નથી અને તે ગુણ સંપૂર્ણ અવ્યાબાધપણે રહેવાનું છે, એટલું જ નહિ પરંતુ ઈહલેકાદિ ગણતા સાત ભામાં જે મરણ નામને ભય જગતમાં વ્યાપકપણે રહે છે. તે મરણને ભય પણ તે સિદ્ધદશા પામેલા ભગવાન જિનેશ્વર મહારાજાઓને હેતે નથી.
આ વસ્તુ જણાવવાને માટે સિદ્ધનું સ્વરૂપ વગેરે જણાવીને ભગવાન જિનેશ્વર મહારાજા દ્રવ્યસિદ્ધ રૂપે છતાં પણ તેમની પ્રાર્થનાસૂત્રમાં સ્તુતિ કરવામાં આવી છે.
ઉપર જણાવેલી હકીકત વિચારનારો મનુષ્ય સહેજે સમજી શકશે કે જૈન દર્શનકાર સંસારમાં રહેલા કે સિદ્ધપણું પામેલા દરેક આત્માને કેવલજ્ઞાન સ્વરૂપ માને છે અને આ કારણથી છદ્મસ્થપણામાં વર્તતા સર્વ આત્માઓને કેવલજ્ઞાનને રોકનારા એવા કેવલજ્ઞાનાવરણીય કર્મથી આવરેલા માનવામાં આવે છે, અને સમ્યગ્દર્શનાદિ દ્વારા જે આત્મા તે કેવલજ્ઞાનાવરણીયને નાશ કરે, તે આત્મા કેવલજ્ઞાનને મેળવે છે, એમ માને છે. અને તે સ્વાભાવિક છે.
જગતમાં મનુષ્યને જેમ દેખવાને માટે સ્વતંત્ર ચક્ષુદ્વારા દેખવું બની શકે છે, એવી રીતે જૈનદર્શનની અપેક્ષાએ આત્મા કેવલજ્ઞાન સ્વરૂપ છતાં પણ જ્યારે તે કેવલજ્ઞાનાવરણથી આવરિત હોય છે. ત્યારે તે આત્માને ઈન્દ્રિય અને મન આદિ દ્વારા જ્ઞાન કરવું પડે છે.
આ કારણથી જૈનશાસ્ત્રકારોએ જ્ઞાનના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યાવજ્ઞાન અને કેવલજ્ઞાન એવા પાંચ ભેદ પાડેલા છે.