________________
આગમત * પૂર્વ કાળમાં પણ બાયડીને મારી નાખે. તેવા પ્રસંગે પ્રાપ્ત થતા, શ્રીમતીને કષ્ટમાં નાખવા તેના ધણીએ અંધારામાંથી ફૂલની માળા લાવવા ફરમાવ્યું, તે વખતે પણ નિડરતાથી તે કાર્ય સ્ત્રીઓ કરતી, અત્યારની આપણી સ્થિતિ તપાસ, અરસપરસ એક બીજા ભાઈઓની સ્ત્રીઓના છોકરાને કામ ભળાવવામાં આવે ત્યાં ચડભડ થાય છે. ને ગુસ્સાનું સામ્રાજ્ય ફેલાય છે, - શ્રીમતીને તે અંધારામાં કુલની માળા લેવા મોકલી ત્યાં જ અરિહંતાનું પદ સંભાયું કેટલી ધર્મનિષ્ઠતા? ને ધર્મના સંસ્કાર? તે વિચારજો! દહેરામાં કરાતી યિાઓ કે સામાયિકાદિ સર્વ ધર્મકરણી આત્મામાં ધર્મના સંસ્કારે એતપ્રેત થાય તે માટે જ કરવાની કહી છે તે ભૂલવું ન જોઈએ.
કણબીની મહેનત સફળ ક્યારે ગણાય કે બધું અનાજ કારતક મહીને ગાડા ભરીને ભેગું કરે ત્યારે! તેમ સર્વધર્મકરણી સફળ ક્યારે ગણાય કે જ્યારે આત્મામાં તેવા શુભ સંસ્કારે દઢ થાય ત્યારે.
છોકરાને બારમાસ આપેલું જ્ઞાન તે પરીક્ષા માટે હોય છે. તેમ ચૈત્ર તથા આસ વગેરેની ઓળીની કરણી પરીક્ષામાં લાવવા રૂપે બતાવેલી છે.
શ્રીમતીએ જે ઇમો રિફ્રેતાળ અંધારામાં ફુલમાળા લેવા જતાં કીધું તે કેમ? વિચારે! કે તે ભાવનું જીવન સમજી હતીકે આ કાર્ય કરતાં દ્રવ્યજીવન જાય તે ભલે! જાઓ, પણ મારૂં ભાવ જીવન ન જાઓ ! એવું વિચારી તે વખતે નમો અરિહંતા એજ પદ તેને સાંભર્યું.
આનું કારણ માત્ર એટલું જ કે તે શ્રીમતી ભાવજીવન એતપ્રેત થએલું હતું. ધર્મના સંસ્કાર પૂર્ણપણે જામેલા હતા, આવી દેઢ ભાવના હતી તેથીજ નો રિહંતાનું પદ યાદ આવ્યું જે જડ જીવનને સંસ્કાર હશે તે પ્રથમ તે સ્થળે દીપક સંભારત.