________________
પુસ્તક ૩–જું અને શ્વાસોશ્વાસ આ ચાર એરટાએ અનાદિથી કાયમ પાછળ વળગેલા છે કે જે સંસારને પાર પામવા દેતા નથી.
કંચન, કામિની, કુટુંબ તે બહારના ચોરટાઓ છે. તે એરટાઓ ઉપર વિજય મેળવનાર, ચોરટાઓને ઓળખાવનાર તથા તેના ઉપર વિજય મેળવવાને ઉપાય બતાવનાર દેવાધિદેવ શ્રી તીર્થંકરદેવજ છે. દેવ ગુરૂ અને ધર્મ શિવાયની તમામ ચીજો અનર્થ કરનારી છે.
આવી બુદ્ધિ થાય ત્યારે ઉંચુ સમ્યકત્વ ગણાય અને ત્યારે જ ઉંચું પરિણતિજ્ઞાન કહેવાય.
આશ્રવ વખતે તથા બંધ વખતે દુઃખ થાય, સંવર તથા નિર્જરા વખતે આનંદ ઉત્પન્ન થાય ત્યારે સમજવું કે પરિણતિજ્ઞાન આવ્યું, નહિ કે આત્મા પારણુતિજ્ઞાનમાં આવ્યો.
8 સાધ્ય–સાધનશૂન્ય દેવને છે 8. ઉપદેશ નિષ્ફલ છે! 6.
[૨] જેવા દેવ હોય તેવા ગુરૂ હોય અને તે ધર્મ હોય!
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે અષ્ટક પ્રકરણ રચતા થકા ફરમાવે છે કે દરેક આસ્તિકમતવાળા દેવ, ગુરૂ તથા ધર્મ એ ત્રણ તને માને છે. આ ત્રણ ત માનવાને ઈન્કાર કરે અર્થાત્ દેવ, ગુરૂ તથા ધર્મતની લેજના ન હોય એવું કઈપણ આસ્તિક દર્શન નથી.
તેમાં ગુરૂતત્વ તથા ધર્મતત્વને આધાર દેવતત્વ ઉપર રહેલે છે. જેવા દેવ તેવા ગુરૂ તથા તેજ ધર્મ. જે દર્શનમાં દેવતત્વ લીલાપ્રધાન હોય તે દર્શનમાં ગુરૂ તથા ધર્મનું ધ્યેય લીલાનું જ હોય છે અથવા તે ધર્મના આધારે દેવ તથા ગુરૂ કયા ધ્યેય છે? કયા સ્વરૂપના છે?