________________
૨૮
આગમત
શ્રીજિનેશ્વરનું અનુકરણ ધરનાર દિગંબરોએ ઉપદેશ દેવાનું અને દીક્ષા દેવાનું બંધ કરવું જોઈએ.
કોઈને શંકા થાય કે જ્યારે શ્રીતીર્થંકરદેવ કેવલજ્ઞાન પામ્યા પહેલાં ઉપદેશ દેતા નથી, શિષ્ય કરતા નથી, તે બીજા સાધુઓ ઉપદેશ દે છે તથા શિષ્ય કરે છે એનું શું કારણ? શું સાધુઓને ફાવતું કરવું છે? શાસનને ઉથલાવવું છે? ના! આ શંકા બેટી છે.
શ્રીતીર્થંકરદેવ સાધકપણામાં રહી સિદ્ધપણું મેળવે ત્યારેજ ઉપદેશ આપે, પહેલ વહેલા સાધક અને સિદ્ધ બનનાર શ્રીતીર્થકર ભગવાન જ છે. પ્રથમ સાધક બને, પ્રથમ સિદ્ધ બને, પછી સાધકપણે સિદ્ધ પણે અન્યને લાવવા પ્રયત્ન કરે તે દેવાધિદેવ કેવલ શ્રીતીર્થકર ભગવાનજ!
જન શાસનમાં પ્રથમ સાધક સિદ્ધ હેય તે દેવાધિ દેવજ છે. ગુરૂની તથા ધર્મની સ્થિતિ દેવની પછીની છે.
હું
ચારિત્રની મહત્તા છે
[ વિ. સં. ૧૯૮૪ માં શ્રી નવપદ આરાધક સમાજ હસ્તે અમદાવાદમાં થયેલ ચિત્રી એળીની સામુદાયિક આરાધના પ્રસંગે પૂજ્યપાદ આગમપ્રજ્ઞ આગમવાચના દાતા બહુશ્રુત સૂરિ પુરંદર આગમેદ્વારક આચાર્ય દેવશ્રીએ વિદ્યાશાળા (અમદાવાદ)માં આરાધના ભાલ્લાસ વર્ધક હૃદયંગમ નવે પદ ઉપર ટૂંકા પણ માર્મિક દૈનિક પ્રવચને એળીમાં આપેલ, તેમને ઉતારો અસ્ત-વ્યસ્ત દશામાં જુના વ્યાખ્યાન સંગ્રહમાંથી મળી આવેલ, તે વ્યવસ્થિત કરી અહીં જિજ્ઞાસુઓને લાભાર્થે રજૂ કર્યો છે સં.]