________________
૧૬
આગમત ફરે છે તે રાજસદ્ધિને ધક્કો મારે તેટલી શક્તિ ક્યારે પ્રાપ્ત કરવાના ?
વિષયપ્રતિભાસજ્ઞાનથી ગાથાઓમાં જે પદાર્થો જણાય તેની કિંમત કરતાં શીખવાનું પરિણતિજ્ઞાનથી છે. ભારતમહારાજા ચક્રરત્ન માટેના ઉત્સવને પડતું મૂકી ભગવાનના કેવલજ્ઞાનના ઉત્સવને પ્રથમ સ્થાન આપે છે તેનું કારણ પરિણતિજ્ઞાન છે. ચક્રરત્નની પ્રાપ્તિ તે ઉપાધિરૂપ છે. એમ પતે સમજતા હતા. अयं अट्ठे अयं परमठे
सेसे अगढे આ ત્રણ પગથીયાં સમ્યત્વનાં છે.
જૈનશાસન ત્યાગમય જ હોય છે અને ત્યાગ તેજ અર્થ: આવી બુદ્ધિ ઉદ્ભવે કયારે? સંસાર અદ્ધપુદ્ગલપરાવર્ત બાકી હોય ત્યારે આ બુદ્ધિ જાગે નહિ તે આ બુદ્ધિ ઉત્પન્ન થઈ શકતી નથી. ' ધન જોઈએ, સ્ત્રી જોઈએ, કુટુંબ જોઈએ અને દેવ, ગુરૂ, ધર્મ પણ જોઈએઃ આ રીતે જેના હૃદયમાં “પણ જોઈએ” એ ભાવના છે, તેને સંસાર તે એક પુદ્ગલ પરાવર્તને સમજ, પણ દેવ, ગુરૂ, ધર્મ જ જોઈએ” આ ભાવના જેની હોય તેને સંસાર અદ્ધપુદ્ગલ-પરાવર્ત જેટલે સમજે.
દેવગુરૂ-ધર્મનું જ આરાધન કરવું જોઈએ, મોક્ષજ સાધ્ય છે, નિગ્રંથ પ્રવચન જ ઉપાદેય છે, આ ભાવના જાગે ત્યારે માનવું કે સંસાર વધારેમાં વધારે અદ્ધપુદ્ગલપરાવત બાકી છે. ઈષ્ટની સિદ્ધિ કરનાર દેવ, ગુરૂ અને ધર્મ જે બીજો કોઈ પદાર્થ ચૌદરાજકમાં નથી કે જેમાં અર્થપણું કે પરમાર્થ પણું હોઈ શકે. * ચારગતિરૂપ સંસારમાં ચયાશી લક્ષ છવાયેનિમ, અનાદિ. કાલથી આ જીવે રખડપટ્ટી શાથી કરી? આહાર, શરીર, ઇન્દ્રિય