________________
આગમત શું બીજાને દેશના દેતાં ન આવડે? બીજાઓને શબ્દોનું જ્ઞાન નથી ! તે પછી નિષેધ કેમ! અવિરતિને તથા અગીતાર્થને દેશનાને નિષેધ શા માટે!
તમે સમજી શકશે કે ધર્મની દેશના દેતાં દેશના કઈ દેવી! છકાયની દયાની કે ત્રસકાયની દયાની ! સર્વથા મૃષાવાદપરિહારની કે સ્થૂલ મૃષાવાદપરિહારની! સર્વથા ચેરીના ત્યાગની કે મહેટી ચોરીના ત્યાગની ! સર્વથા બ્રહ્મચર્યની કે સ્થૂલથી બ્રહ્મચર્યની! સર્વથા પરિગ્રહના ત્યાગની કે ઈચ્છા બહારના ત્યાગની !
તમે કદાચ કહેશે કે જે શ્રોતા (સાંભળનાર) તેવી દેશના દેવી: સમ્યકત્વને લાયક હોય તે સમ્યક્ત્વની, એથી અધિક દેશવિરતિને લાયક હોય તે દેશવિરતિની, સર્વવિરતિને લાયક હોય તે સર્વવિરતિની તથા સમ્યક્ત્વનેય યોગ્ય ન લાગે તે યોગ્યતાનુસાર માર્ગનુસારીપણાના ગુણોની પણ દેશના દેવી.
પ્રથમ મુદ્દો એ છે કે પહેલ-વહેલે શ્રોતા કઈ ઈચ્છા રાખે ? એ કાંઈ ન સમજતે હોય તે સાધ્યબિન્દુ તરીકે પ્રથમ કઈ ઇચ્છા નકકી કરાવવી? પ્રથમ શું કરાવવું? અભક્ષ્યાદિ ત્યાગ કરાવવા કે સમ્યકત્વ ઉચ્ચરાવવું કે દેશવિરતિ ઉચ્ચરાવવી કે સંયમનું સ્વરૂપ કહેવું? ધર્મ સાંભળનાર માટે કલ્યાણને રસ્તે ક ગણવો જોઈએ? શ્રોતાને ઉદ્દેશ સર્વથા પાપથી બચવાને હવે જોઈએ અને ઉપદેશકે પણ પ્રથમ સર્વથા પાપથી બચવાને ઉપદેશ દેવું જોઇએ. ધ્યેય ઉભયનું ત્યાગનું જ હોવું જઈએ. કેમ કે એ વિના પાપને સર્વથા બચાવ છે જ નહિ.
પ્રવૃત્તિમાં ભલે ફરક હેય, પણ દયેયમાં ફરક ન જોઈએ. દર્દીનું આટલું દર્દ રહે તે ઠીક એવું કોઈ પણ વૈદ્ય, હકીમ કે ડોકટર ઈએ નહિ, તે પછી ભવ્ય જીના વૈદ્ય, ડાકટર કે હકીમ જે કહે તે આ ગુરૂ છે, એ આ જીવમાં આટલું પાપ રહે તે ઠીક, એમ કેમ વિચારી શકે? દદી દવા લેવામાં કંટાળે,