________________
પુસ્તક ૩-જુ
કેટમાં “ઈશ્વરને હાજર જાણીને બેલે,” એવી પ્રતિજ્ઞા એટલા જ માટે લેવરાવવામાં આવે છે કે ગુન્હેગાર થનાર મનુષ્ય કઈ પણ ધર્મને માનનારે હેઈ તેનામાં તેની છાયા હોય છે. નહિં તે આવી પ્રતિજ્ઞા લેવરાવવાને વખત રહે જ નહિ, તેમજ તેવી પ્રતિજ્ઞાને કંઈ અર્થ રહેતું નથી.
આથી એ સિદ્ધ છે કે જેવા દેવ હોય તેવા ગુરૂ અને ધર્મ હેય. દેવે જે સાધ્ય બતાવ્યું હોય. તે સાધ્ય દેવે સિદ્ધ કરેલું હોવું જોઈએ, નહિ તે ભક્તગણની પ્રીતિ થઈ શકે નહિ. ગુરૂ પણ તે સાધ્યની સિદ્ધિમાં પ્રયત્નશીલ હોય તે જ તે પછી લેકેને તેને ઉપદેશ આપી શકે, પોતે જે સાધનને અમલ કર્યો હોય તે સાધન દુનિયાને સમજાવી શકાય. ખુદ દેવ જે સાધ્યના સાધનથી શૂન્ય હેય તે અન્યને ઉપદેશ કેવી રીતે આપશે?
ડાહી સાસરે જાય નહિં અને ગાંડીને સાસરે જવા શિખામણ છે તે તે શિખામણને કંઈ અર્થ નથી, તે પછી સાધ્યને ચૂકેલા તથા સાધનથી બહાર ગયેલા એવા દેવના ઉપદેશને જગતમાં માને કેણુ? ટીપ ભરવા કોઈ પાસે જાઓ તે તેમાં સામે ગૃહસ્થ પૈસા કયારે ભરશે? એ ટીપમાં પ્રથમ તમે ભર્યા હશે તે જ ભરશે. એક ટીપ જેવી બાબતમાં પણ પ્રથમ પતે ભર્યા પછી જ બીજાને કહી શકાય છે, તે પછી આત્મ-કલ્યાણના માર્ગમાં પિતે તેને અમલમાં મૂક્યા વિના બીજાને કહેવા જાય તે શી દશા થાય?
મસાલચી બીજાને અજવાળું કરે, પિતાને તે અંધારામાં ચાલવાનું રાખે, તેમ કલિકાલના કેવિદો પણ મસાલચીની માફક બીજાને માત્ર અજવાળું કરનાર છે. પિતે અંધારામાં જાય છે, અર્થાત પિતે કરવું કરાવવું કાંઈ નહિં, અન્યને ઉપદેશ આપવા? સભામાં વાતે મટી મેટી કરે, લાંબાલચ લેખ લખે, પણ પિતાને અંગે વર્તનમાં લેવાદેવા કાંઈ નહિ! આવાઓને માને કે કેવલ