________________
આગમત એમ માન્યું છે, તેથી આત્માની મુક્તદશામાં પણ તેઓને જ્ઞાન માનવાને અવકાશ રહેતું નથી.
વસ્તુતઃ અન્ય-દર્શનકારની મુક્તિ એવી જ છે કે સંસારભરમાં જે યત્કિંચિત્ તીવ્રતા-મંદતાએ જ્ઞાન છે, પણ મુક્તદશા થતાં તેને નાશ થાય છે. એટલે સીધા શબ્દમાં એમ કહીએ તે હું નથી કે અન્ય દર્શનકારની અપેક્ષાએ સંસારમાં રહેલા સર્વ આત્માઓ ચેતનવાળા છે, પરંતુ મુક્તિને પામેલા આત્માઓ તે જ્ઞાન-રહિત હેવાને લીધે ચેતના-રહિત છે.
એટલું કહેવું જોઈએ કે અન્ય-દર્શનેના મંતવ્ય પ્રમાણે તે તે દર્શનને અનુસરનારાઓ મોક્ષને નામે કે મોક્ષને માટે જે જે ઉધમ કરે છે, તે કેવલ આત્માના જ્ઞાનના નાશને માટે એટલે કે જડપણાને માટે જ કરે છે.
જ્યારે અન્ય-દર્શનની મેક્ષને માટે આવી સ્થિતિ છે, ત્યારે જેન-દર્શનકારે આત્માને જ્ઞાનમય અગર જ્ઞાનસ્વરૂપ માને છે, એટલું જ નહિં, પરંતુ તે સ્વરૂપે રહેલું જ્ઞાન કે તન્મય રહેલું જ્ઞાન ઇન્દ્રિય કે મનના સંયોગથી થવાવાળું છે. એમ માનવાનું રહેતું નથી.
જૈન-દર્શનકારે આત્માના સ્વરૂપે કે તન્મયરૂપે જે જ્ઞાન માને છે, તે સંપૂર્ણ એવા કેવલજ્ઞાનને માને છે. અર્થાત્ સૂર્યના વિમાનને જેમ પ્રકાશ-સ્વભાવ છે અને તે પ્રકાશે છે, તેવી જ રીતે જૈન-દર્શનકારની અપેક્ષાએ આત્મા પણ કેવલજ્ઞાન-રૂપ હોઈને સર્વતઃ જ્ઞાનરૂપ પ્રકાશવાળે છે. અને તેથી જૈન-દર્શનના હિસાબે મુક્તદશાને પામવાવાળા આત્મામાં પણ કેવલજ્ઞાન રહે છે, સર્વાપણું રહે છે, અને તેથી જેન-દર્શનના પ્રાર્થના-સૂત્રોમાં ભવસ્થપણાની અપેક્ષાએ ભગવાન જિનેશ્વર મહારાજની અધ્વહિય-વાળાન–વંતળવા -એમ કહીને કેવલજ્ઞાન અને કેવલ દર્શનને ધારણ કરવાનું જણાવ્યા છતાં સિદ્ધદશાની અપેક્ષાએ કેવલજ્ઞાન અને કેવલદર્શન જણાવવા