________________
આગમત
તે માત્ર કેવલજ્ઞાન છે. ઈન્દ્રિય અને મન આદિ દ્વારા થતાં જ્ઞાને કઈ દિવસ કેવલજ્ઞાનના સ્વરૂપને ધારણ કરી શકતા નથી.
ઉપર જણાવેલા જ્ઞાનના ભેદોને વાસ્તવિક રીતે સમજનારે મનુષ્ય કદી પણ એમ કબુલ કર્યા સિવાય રહેશે નહિં કે આત્માની અંદર સ્વાભાવિક રીતે પાંચ જ્ઞાને જ રહેલાં છે અને તેથી તે પાંચ આવરણે જુદાં જુદાં માનવાની જરૂર પડે છે, એટલે મતિજ્ઞાનાવરણીય આદિ યાવત્ કેવલજ્ઞાનાવરણીય, એવી રીતે પાંચ પ્રકારના જ્ઞાનને કિનારા કર્મો જગતના સ્વભાવે છે.
આ વરતુ સ્થિતિને બારીક દ્રષ્ટિથી જોનાર મનુષ્ય જૈન દર્શનકારએ જ્ઞાનરૂપ માન્યા છતાં જ્ઞાનના પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એવા એવા ભેદો કે પ્રત્યક્ષ અનુમાન આદિ ભેદ ન માનતાં મતિ આદિક ભેદ જ્ઞાનના જે માન્યા છે તે સહેતુક હેવા સાથે કલ્પિત નથી પણ વાસ્તવિક છે.
સાચા ડોકટર - જેમ દરદી કાયાના વિકારોથી પરાધીન બની જાય, કોઈ ઉપાય રહે નહિ ત્યારે કાયા ડોકટરને સેંપી દે,
- તેમ વિષયની પાછળ દોડેલ, ક્રોધમાં સપડાયેલે, મિથ્યાત્વથી ઝકડાયેલે આ જીવ વિકારેથી પરાધીન બન્યું છે
૦ આત્માના સર્વ વિકારોને જાણનાર ને વિકારેને ઉખેડી નાખવાના ઉપાય જેના ધ્યાનમાં છે એવા જગતના નાથ શ્રી છે. તીર્થંકર દેવ જ આત્માના અનાદિના આ રોગને દૂર કરવા સમર્થ છે.
૦ જે આત્મા તેમની પાસે અવે, પરિચયમાં આવે, સંસર્ગમાં આવે તેમનું કલ્યાણ તેઓ કરે જ કરે.