________________
પુસ્તક ૧-લું
૨૭ ભાજન-મશી અને કલમ વિગેરેના પણ સાધને એકસરખી રીતે રત્નમય જણાવવામાં આવેલાં છે, અર્થાત્ શાસ્ત્રોમાં દેવતાઓને પણ ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિને આદર અને આરાધ્યતા જેવી રીતે જણાવવામાં આવ્યાં છે, તેવી જ રીતે પુસ્તકરત્નની આરાધ્યતા અને તેના સાધનોની જરૂરીયાત પણ સ્પષ્ટ–શબ્દોમાં જણાવવામાં આવી છે. સાત ક્ષેત્રમાં ત્રીજે નંબરે આગમક્ષેત્ર આરાધ્ય બને
આ વાત જ્યારે ભવ્ય સમજશે, ત્યારે મહારાજા કુમારપાળે કરેડો સેનૈયા ખરચી કરેલા અનેક આગમભંડારે અને મંત્રી વસ્તુપાલ અને તેજપાલે કરોડો રૂપીયા ખરચી કરેલા અનેક ભંડારેની વાસ્તવિકતા અને એની ઉત્તમતા સમજાયા સિવાય રહેશે નહિ.
ઉપર જણાવ્યા પ્રમાણે ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિ અને મંદિરની માફક જ્યારે પુસ્તકરની ઉત્તમતા જાણવામાં અને માનવામાં આવશે ત્યારે તે દરેક જીવ ભગવાનની મૂર્તિ અને મંદિરની માફક જ્ઞાન એટલે આગમક્ષેત્રને અનન્તર નંબર માનવા તૈયાર થયા સિવાય રહેશે નહિં. મન્દિરનું પ્રમાણ કેટલું?
સુજ્ઞમનુષ્ય જ્યારે ભગવાન જિનેશ્વર મહારાજે અર્થથી પ્રરૂપેલા અને સૂત્રથી ગણધર મહારાજે ગુંથેલા આગમનું બહુમાન કરનારા થશે, ત્યારે ભગવાન જિનેશ્વર મહારાજાઓની મૂર્તિઓની પાંચસે પાંચસે ધનુષ્ય જેવી મહત્તા અને જિનેશ્વર મહારાજના મન્દિરની પાંચસે પાંચસે લેજન જેવી મહત્તા માનવાને તૈયાર થશે! શ્રદ્ધાલુજને શાસ્ત્રની અપેક્ષાઓ જેવી રીતે મૂત્તિ અને મન્દિરની મહત્તા માને તેવી જ રીતે તકનુસારીને પણ તે મૂર્તિ અને મન્દિરની મહત્તા જરૂર માનવી પડશે.