________________
પુસ્તક ૨-જું
૩૭ સમાધાન-અહિં પરની અપેક્ષાપણું નહીં હોવાથી કેઈકને ઉપર રીતિએ (સ્વાભાવિક જણાવી ગયા તે પ્રમાણે) નિસર્ગ સભ્ય દર્શન થઈ જાય, છતાં તેને પુનઃ અધિગમ પ્રાપ્ત થઈ શકે છે. કહેવાને આશય એ છે કે નિસર્ગ સમ્યમ્ દર્શનવાળાને અધિગમ સમ્યગ દર્શનને સંભવ છે, પરંતુ અધિગમ સમ્યકત્વ જેને પ્રાપ્ત થયું હોય તેને નિસર્ગ સમ્યકત્વ સંભવતું નથી.
આ ભાવ જણાવવા માટે પ્રથમ નિસર્ગને રાખી ત્યાર બાદ. અધિગમને રાખવામાં આવેલ છે, જે એમ ન હોય તે જીની અપેક્ષાએ વધારે વિષયવાળા અધિગમ સમ્યગદર્શનને શા માટે નિસર્ગ સમ્યગ્દર્શન પછી રાખવામાં આવે ?
શંકા-સર્વ પ્રાણીઓને કર્મસંગ તે અનાદિને તમે માને છે, જ્યારે જ્યારે અનાદિ કર્મ-સંયોગની અપેક્ષાએ સર્વ પ્રાણીઓ સરખા છે, તે અમુક વ્યક્તિને અમુક વખતે, અમુકને અમુક વખતે. સમ્યકત્વને લાભ થાય છે એમ જુદા જુદા કાળે સમ્યકત્રે લાભ કેમ મનાય છે?
વળી કેટલાક સિદ્ધના ની અપેક્ષાએ સમ્યકત્વને લાભ તેમને અનાદિ છે. કેટલાકને આજે થાય છે કે કેટલાકને ભવિષ્યમાં અનંત કાળે લાભ થશે. કર્મસંગ અનાદિ છતાં આ પ્રમાણે ભિન્ન. ભિન્નકાળે સમ્યકત્વ થવાનું કારણ?
સમાધાન-સમ્યગદર્શનને લાભ વિશિષ્ટ કાળ–સ્વભાવ નિયતિ-કર્મ અને પુરૂષકાર (ઉદ્યમ) એ પાંચ કારણ સામગ્રીજન્ય છે. અહિં વિશિષ્ટ કાળ લેવાને એ આશય છે કે સામાન્ય કાળાદિ પાંચ કારણે તે આત્માની સાથે સંબંધવાળા છે જ. પરંતુ તેમાં તથાભવ્યત્વ દશાના પરિપાકરૂપ વિશેષ કાળને આત્માને સંબંધ થાય છે અને તે જ પ્રમાણે સ્વભાવ, નિયતિ. કર્મ અને પુરૂષકારમાં તેવું વિશિષ્ટપણું આવે છે ત્યારે જ આત્માને સમ્યગદર્શનાદિ લાભ.