________________
૩૮
આગમત
પ્રાપ્ત થાય છે. એ જણાવવા માટે છે અને એ વિશિષ્ટ કાળ, સ્વભાવાદિ પ્રત્યેક પ્રાણીને આશ્રયી ભિન્ન ભિન્ન છે. તેથી તથાભવ્યત્વરૂપ સ્વભાવ, નિયતિ, કર્મ, કાળ અને પુરૂષકાર-ઉદ્યમએ પાંચેની અપેક્ષાવાળે જે પ્રાણને વિપાકકાળ = પરિપાકકાળ જ્યારે હોય ત્યારે જ તે પ્રાણીને સમ્યગદર્શનાદિ પ્રાપ્ત થાય છે, તેથી કેઈપણ પ્રકારે તે કરેલી શંકા બાબતને દોષ આવે તેમ નથી, કારણ કે સવ કાર્યો સર્વ સામગ્રી મળે તે જ બની શકે છે. જે માટે યથાવસ્થિત અરિહંત પ્રભુના મતને જાણનાર પૂ.આ.શ્રી. સિદ્ધસેન દિવાકરજીએ કહ્યું છે કે –
काल सहावा अई, पुवाय' पुग्मिकारडो'ता! ત્તિ તે ય ર મ ણ ત Hd |
કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરૂષકાર અનેકાંતથી એ સર્વ માનવા લાગ્યા છે. કાળ જ છે અથવા સ્વભાવ જ છે એમ એવકાર સાથે જે તે કાલાદિ માનવામાં આવે તે તે મિથ્યાત્વ છે અને એકબીજાની અપેક્ષા રાખવા પૂર્વક સર્વને સાથે માનવામાં આવે, તે સમ્યકત્વ છે..
આ વિષયને અંગે ઘણી ચર્ચા છે. પરંતુ અહીં તે સૂત્રભાષ્યકારના અક્ષરોને અર્થ જાણવા પુરતે જ પ્રયાસ હોવાથી તે વધુ ચર્ચામાં ઉતરવું યોગ્ય ગણતા નથી.
ઉપદેશપદાદિમાં આ બાબતમાં ખૂબ ચર્ચા પૂ. આ. શ્રી હરિ ભદ્રસૂરિજી મહારાજાએ કરેલ છે. ઉપદેશપદમાં પુરૂષકારને પંચવસ્તુમાં સ્વભાવને અને ષોડશમાં કાળને પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ જે અન્ય કારણેને ગૌણ રાખવા સાથે મુખ્યતા આપેલી છે, તેમાં પ્રક્ષકારોના તે તે આશયે ધ્યાનમાં રાખીને જ અપાયેલ છે.