________________
આગમત
પરિણાન-વિશેષાજૂવાર તાદ મતિ ત્યાં સુધી બધે વાક્યર્થ અહીં લેવાને છે,
અર્થાત્ જીવનું અનાદિ સંસારમાં પરિભ્રમણ સ્વકૃત કર્મના ઉદયથી કમને બંધ, બંધ નિકાચના-ઉદય-નિર્જરાની અપેક્ષાએ નારકી, તિર્યચ, મનુષ્ય, દેવગતિમાં વિવિધ પુણ્ય-પાપના ફળને અનુભવ જ્ઞાન-દર્શન-ઉપગના સ્વભાવપણાથી તે તે અધ્યવસાયને પરિણામવડે પ્રાપ્ત કરવું. અનાદિ મિથ્યાદષ્ટિ છતાં સદ્વર્તનવાળા થવું ઈત્યાદિ સર્વ રીતિ આ અધિગમ સમ્યગૂ દર્શનમાં પણ સમજવાની છે.
એ રીતિએ આગળ વધેલા જીવને તથાભવ્યત્વદશાના પરિ પાકથી અન્ય પણ બાહ્ય-પ્રતિમાદિ નિમિત્તને આશ્રીને અપૂર્વકરણદિ ક્રમ વડે વધે બતાવેલા ક્રિયાનુષ્ઠાનાદિથી રોગની શાંતિની માફક તત્વાર્થ શ્રદ્ધાનાત્મક સમ્યગ દર્શન ગુણ ઉત્પન્ન થાય છે.
અહીં એ ખ્યાલ રાખવાને છે કે અધિગમ સમ્યગ દર્શનવાળાને સમ્યગ-દર્શનની પ્રાપ્તિમાં તથાભવ્યત્વદશાને પરિપાક તે અવશ્ય હોય છે, પરંતુ તે પરિપાક એ ગૌણ કારણ છે. જ્યારે પ્રતિમાદિ બાહ્ય નિમિત્ત એ પ્રબળ પ્રધાનકારણ છે. આંબાના ઝાડ ઉપરને ઉપર જે કેરીને પાક થાય તેમાં કાળ એ જ મુખ્ય કારણ છે. અને ઘાસમાં નાખેલ કરીને પરિપાકમાં કાળની સાથે પલાલ-ઘાસ એ મુખ્ય કારણ છે. તે જ પ્રમાણે અહીં નિસર્ગ તથા અધિગમ સમ્યગ્ર દર્શન માટે સમજી લેવું.
શંકા-નિસર્ગ–સમ્યગદર્શન કાદાચિક છે, જ્યારે ઘણા ખરા જીને અધિગમ સમ્યગદર્શન જ વધુ પ્રમાણમાં થાય છે, અર્થાત નિમિત્ત-સામગ્રી પામીને સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થવાવાળા જીવે ઘણું છે. જ્યારે નિમિત્તની અપેક્ષા રાખ્યા સિવાય સમ્યગ દર્શનની ઉત્પત્તિવાળા તે મરૂદેવા માતાની જેમ કોઈ જવલ્લેજ હોય છે છતાં નિસર્ગ પ્રથમ રાખી અધિગમને પછી કેમ રાખવામાં આવ્યું? તાધિના નિધિ એ પ્રમાણે રાખવાની જરૂર હતી.